fbpx
Sunday, October 6, 2024

ગુજરાતમાં ચિંતાજનક રીતે વધ્યા કિડની ફેલ્યોરના કેસ, દર મહિને 31 હજાર લોકો કરાવી રહ્યાં છે ડાયાલીસીસ

ગુજરાતમાં કિડની ફેલ્યોરના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. રાજ્યના ડાયાલીસીસ સેન્ટર પર દર મહિને 31 હજાર 398 લોકો ડાયાલીસીસ કરાવી રહ્યાં છે. એટલે કે હજારો લોકો કીડની ફેઈલ થતા ડાયાલીસીસના સહારે જીવી રહ્યાં છે. રાજ્યમાં 271 ડાયાલીસીસ સેન્ટર આવેલા છે.

ગુજરાતમાં ખાસ તો આદિવાસી વિસ્તારોમાં કિડની સંબધિત બિમારીના કેસ વધી રહ્યાં છે. કીડની હોસ્પિટલે આદિવાસી વિસ્તારમાં 26 ડાયાલીસીસ સેન્ટર શરૂ કર્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે આદિવાસી વિસ્તારમાં દર વર્ષે 86 હજાર 693 લોકો ડાયાલિસીસ કરાવી રહ્યાં છે.ડોક્ટર્સનું કહેવું છે કે કીડની ફેલ્યોરના જે આંકડા સામે આવી રહ્યાં છે તે જોતા લોકો વધુને વધુ અંગદાન પ્રત્યે જાગૃત થાય તે જરૂરી છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles