સંદેશનરેન્દ્ર મોદી પાકિસ્તાન જવાના હતા,કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ ગયો હોત પણ..પાક પત્રકારનો દાવોનરેન્દ્ર મોદી પાકિસ્તાન જવાના હતા,કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ ગયો હોત પણ..પાક પત્રકારનો દાવો1d30 sharesભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો ભાગલા બાદ તણાવપૂર્ણસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2020માં પાકિસ્તાન આવવા માટે રાજી કર્યાછેલ્લી ઘડીએ શાહ મહેમૂદ કુરેશીએ ઈમરાન ખાનને ડરાવ્યા અને પ્રવાસ રદ થયોભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો મોટાભાગે ભાગલા બાદથી જ તણાવપૂર્ણ રહ્યા છે.કેટલીકવાર ક્રિકેટે 2 દેશોને જોડવાનું કામ કર્યું હતું પરંતુ દરેક રાજકારણ રમતને ઢાંકી દે છે. નેતાઓ એકબીજાના દેશમાં જવાની વાત તો દૂરની વાત છે, 2019થી ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે વેપાર પણ નથી કરી રહ્યા. પરંતુ એક વરિષ્ઠ પાકિસ્તાની પત્રકારનો દાવો છે કે, 2020-21માં એવી સ્થિતિ સર્જાઈ રહી હતી જેનાથી સ્થિતિ સામાન્ય થઈ શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનની મુલાકાતે આવવાના હતા. જોકે આ દાવામાં કેટલી સત્યતા છે તે કહેવું મુશ્કેલ છે.પાકિસ્તાની પત્રકાર જાવેદ ચૌધરીએ પોતાની ઓડિયો કોલમમાં દાવો કર્યો છે કે, ‘સેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2020માં પાકિસ્તાન આવવા માટે રાજી કર્યા હતા. આ પરાક્રમ જનરલ ફૈઝ હમીદનું હતું. તેઓ અરબ દેશમાં ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે, મોદી 9 એપ્રિલ 2021ના રોજ પાકિસ્તાનની મુલાકાત લેશે. પીએમ મોદી હિંગળાજ માતાના પૂજારી છે. તેઓ સીધા હિંગળાજ માતાના મંદિર જશે અને ત્યાં 10 દિવસના ઉપવાસ કરશે. પરત ફરતી વખતે ઈમરાન ખાનને મળશે તેમનો હાથ પકડીને હવામાં લહેરાવશે અને મિત્રતાની ઘોષણા કરશે.ઈમરાન ખાનને કોણે ડરાવ્યા?કોલમમાં જાવેદ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી એ પણ જાહેરાત કરશે કે અમે પણ બિઝનેસ ખોલી રહ્યા છીએ. તેઓ એકબીજાના મામલામાં હસ્તક્ષેપ કરશે નહીં અને આતંકવાદમાં સામેલ થશે નહીં. 20 વર્ષ પછી અમે સાથે બેસીને કાશ્મીરનો નિર્ણય કરીશું. આ નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ શાહ મહેમૂદ કુરેશીએ ઈમરાન ખાનને ડરાવ્યા હતા. તેમણે ઈમરાનને કહ્યું હતું કે, તમારા પર મહોર લાગશે કે તમે કાશ્મીરનો સોદો કર્યો છે. ઈમરાન ખાને પીછેહઠ કરી અને આ રીતે પ્રવાસ રદ થયો હતો.ઈમરાન અપેક્ષાઓ પર ખરા ન ઉતર્યાઈમરાન ખાન વડાપ્રધાન બન્યા પછી ભારત અને પાકિસ્તાન ‘મિત્ર’ બનીને રહેશે તેવી અપેક્ષા હતી. તેનું કારણ પૂર્વ ક્રિકેટરની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા હતી. પરંતુ રાજકારણમાં આવ્યા બાદ ઈમરાનનું વલણ બદલાઈ ગયું હતું. શાંતિ, ભાઈચારો અને મિત્રતાના બદલે તેઓ કાશ્મીરના રટણ કરવા લાગ્યા. એ જ સુંદર કાશ્મીર જે ભારતનું અભિન્ન અંગ છે. ઈમરાન પાક સેનાને ખુશ કરવા માટે ઝેર ફૂંકતા રહ્યા. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો અને ઈમરાન એ જ સેનાની નજરમાં ગુંચવાવા લાગ્યા. ભારતની વિદેશ નીતિના વખાણ કરનાર ઈમરાન આજે સત્તાની બહાર છે અને સેના પર પ્રહારો કરી રહ્યા છે.