fbpx
Tuesday, October 8, 2024

India vs Sri Lanka: શ્રીલંકા ભારતમાં રમશે T20 અને ODI સિરીઝ, પહેલી મેચ 3 જાન્યુઆરીએ થશે

ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થઈ ગયો છે અને હવે વર્ષ 2023માં શ્રીલંકા ક્રિકેટ ટીમ ભારત આવશે. આ દરમિયાન T20 અને ODI શ્રેણી રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 થી 7 જાન્યુઆરી, 2023 દરમિયાન T20 શ્રેણી રમાશે.

આ દરમિયાન ત્રણ T20 મેચ રમાશે. T20 પછી, 10 થી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન ત્રણ વનડેની શ્રેણી શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ 3 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, બીજી 5 જાન્યુઆરીએ પુણેમાં અને ત્રીજી 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.

ટી-20 બાદ ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં અને ત્રીજી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. શ્રેણી બાદ ભારત ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી-20 શ્રેણી રમશે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ત્રણ ટી-20 અને ત્રણ વનડે રમાશે. પ્રથમ વનડે 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં, બીજી 21 જાન્યુઆરીએ રાયપુરના શહીદ વીર નારાયણ સ્ટેડિયમમાં અને ત્રીજી અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.

ODI પછી, પ્રથમ T20 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી 29 જાન્યુઆરીએ લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની સીરિઝ સમાપ્ત થયાના એક સપ્તાહ બાદ ભારત બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ દરમિયાન ચાર ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન નાગપુરમાં, બીજી ટેસ્ટ મેચ 17-21 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં રમાશે.

ત્રીજી મેચ 1 માર્ચથી 5 માર્ચ દરમિયાન ધર્મશાળામાં અને ચોથી ટેસ્ટ 9-14 માર્ચ દરમિયાન અમદાવાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચો બાદ ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાશે. પ્રથમ મેચ 17 માર્ચે મુંબઈમાં, બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે. ભારતે 2020-21માં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles