fbpx
Monday, October 7, 2024

Shatabdi Masotsav : અહીં દરરોજ 10 ટન કચરો એકત્રિત થાય છે જેનો નિકાલ પણ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. જાણો વધુ વિગત..

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ અંદાજે 60થી 70 હજાર સરેરાશ લોકો મુલાકાત લઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય તો સ્વચ્છતા અને કચરાના નિકાલનું આયોજન કેવી રીતે થતું હશે. તેવો સવાલ સ્વાભાવિક પણે થાય. પ્રમુખ સ્વામી મહોત્સવમાં તેનું આયોજન જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે, અહીં દરરોજ 10 ટન કચરો એકત્રિત થાય છે જેનો નિકાલ પણ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે.

જાણો કેવું છે આયોજન

આમ તો કહેવાય છે કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને એનું સુંદર ધ્યાન બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ખાસ રાખવામાં આવ્યુ છે.  અહીં સ્વચ્છતાને લઈ સ્પેશિયલ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં 22 મુખ્ય સ્વચ્છતા વિભાગ અને 80 પેટા વિભાગ કાર્યરત કરાયા છે. જેમાં 2100 સ્વયમ સેવકો આ વિભાગમાં સેવા આપી રહ્યા છે. તેમાંય 600 મહિલાઓ પણ સેવામાં સમાવેશ થાય છે. પ્રમુખ સ્વામી નગરમાં 1700 જેટલા ડસ્ટબિન મુકવામાં આવ્યા છે. રોજ ત્રણ શિફ્ટમાં સતત સફાઈ કરવામાં આવી રહી છે.

મહત્વનું એ પણ છે કે, સ્વચ્છતા વિભાગમાં ઉચ્ચશિક્ષિત સ્વયમ સેવકો સેવા આપી રહ્યા છે. તમામ સ્વયમ સેવકોને સફાઈની તાલીમ આપવામાં આવી છે. દરેક ડસ્ટબિન પર એક કોડ આપવામાં આવ્યો છે. આ અંગે મુનિ સેવા સ્વામીએ જણાવ્યું કે, દરરોજ 10 ટન જેટલો કચરો એકત્રિત થાય છે. જેમાં મુલાકાતીઓ દ્વારા ડસ્ટબીનમાં નાખવામાં આવતો કચરો તેમજ જે સ્વયં સેવકોના જમવાની વ્યવસ્થા કરાઈ છે તે જમણવારનો એઠવાડ અને શાકભાજીના પાંદડાંનો સમાવેશ થાય છે.

એકત્રિત થતા કચરાને પ્રમુખ સ્વામી નગરથી થોડે દૂર ડમ્પિંગ સાઇટ પર એકત્રિત થાય છે અને કચરાના નિકાલ માટે AMC સાથે સંકલન કરી એ 10 ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles