fbpx
Friday, November 22, 2024

તમારા ખાતામાં PM કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો ક્યારે આવશે, જાણો અહી…

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં PM કિસાન કિસાન સન્માન નિધિ સાથે સંકળાયેલા લોકોના ખાતામાં 11મો હપ્તો મોકલવાનું વિચારી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2000 રૂપિયાનો આગામી હપ્તો એપ્રિલના પહેલા સપ્તાહમાં ખાતામાં મોકલવામાં આવશે.

જો કે સરકાર દ્વારા હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

દર વર્ષે સરકાર PM કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા લોકોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો નાખે છે. પ્રત્યેક રૂ.2,000ના ત્રણ હપ્તામાં રૂ.6,000 મોકલે છે. સરકારનો હેતુ આ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને ખાતર બિયારણ ખરીદવામાં મદદ કરવાનો છે, જેથી તેઓ પાકની કિંમત યોગ્ય રીતે ચૂકવી શકે.

લગભગ 12 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. એવી અટકળો છે કે મોદી સરકાર એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 11મો હપ્તો જારી કરવા જઈ રહી છે.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીએ PM કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો જાહેર કર્યો હતો. ખેડૂત સંગઠનોએ આ યોજનાના હપ્તાની રકમ વધારવાની માંગ કરી હતી, પરંતુ સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કોઈ જાહેરાત કરી ન હતી.

આ રીતે હપ્તા ચેક કરો

સૌથી પહેલા તમારે pmkisan.gov.in વેબસાઈટ પર જવું પડશે.

આ વેબસાઇટની જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો.

હવે તમારે Beneficiary Status પર ક્લિક કરવાનું રહેશે.

તમારું સ્ટેટસ ચેક કરવા માટે તમારે આધાર નંબર, મોબાઈલ નંબર જેવી તમામ વિગતો ભરવાની રહેશે.

પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમે સૂચિમાં તમારું નામ ચકાસી શકો છો.

જો હપ્તો ન મળે તો આ નંબરો પર ફરિયાદ કરો

  • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
  • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
  • પીએમ કિસાનની નવી હેલ્પલાઈન: 011-24300606

પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles