fbpx
Sunday, November 24, 2024

આકરા નીતિ-નિયમો અને કોવિડને કારણે ભારતીય બેન્કોની હોંગકોંગ છોડવા તૈયારી

  • યુનિયન બેન્કે પોતાના ક્લાયન્ટ્સના એકાઉન્ટ સિંગાપુર, ઓસી. ટ્રાન્સફર કર્યા
  • PNBએ રોલઆઉટ પ્લાન શરૂ કર્યો, કેનરા બેન્ક પોતાનો બિઝનેસ બંધ કરવાની તૈયારીમાં

આકરા નીતિ-નિયમો અને ટ્રેડ ધિરાણ બિઝનેસમાં નુકસાન અને કોવિડ નિયમોને કારણે ભારતનીય જાહેર ક્ષેત્રની બેન્કો જેવી કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક ધીમે-ધીમે હોંગકોંગમાથી પોતાના બિઝનેસને ખસેડી રહી છે.

ક્યારેક વિશ્વમાં અગ્રણી ફાઇનાન્સ હબ ગણાતું હોંગકોંગમાંથી તાજેતરમાં ભારતની જાહેર ક્ષેત્રની ઘણી બેન્કોએ પોતાના બિઝનેસને સમેટી લીધો છે તે પૈકીની કેટલીક બન્કો તો અહફ પોતાનો બિઝનેસ સંપૂર્ણપણે બંધ કરવાના અંતિમ તબક્કામાં છે.ભારતની જાહેર ક્ષેત્રની આઠ જેટલી બેન્કો કોરોના મહામારીને કારણે પોતાના ઓપરેશનન્સને હોંગકોંગમાં સમેટવાની તૈયારીમાં છે.

એક અહેવાલ અનુસાર હોંગકોગમાં હવે જાહેર ક્ષેત્રની એક માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમજ ખાનગી ક્ષેત્રની HDFC અને ICICIC બેન્ક જ રહે તેવી સંભાવના છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ અહફ પોતાના ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સને પહેલાથી જ સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની શાખાઓમાં ટ્રાન્સફર કરી દીધા છે અને હાલ તે હોંગકોંગ મોનિટરી ઓથોરિટી તરફથી અંતિમ નો-ડયૂ સર્ટિફિકેટની રાહ જોઈ રહી છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની યોજના વિશે માહિતગાર સૂત્રે જણાવ્યું હતું કે અમે કોઈપણ નવા ટ્રાન્ઝેક્શન કરવાનું બંધ કરી દીધું છે અને પહેલાં જ અમારા એકાઉન્ટ્સને ખસેડી દીધા છે. અમે આગામી એક-બે મહિનામાં અતિમ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી જાય તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. પંજાબ નેશનલ બેન્કે પણ પોતાનો રોલઆઉટ પ્લાન શરૂ કર્યો છે જ્યારે કેનરા બેન્કની પોતાનો બિઝનેસ બંધ કરવાની યોજના એડવાન્સ તબક્કામાં છે. બેન્ક ઓફ બરોડાએ શહેરમાં પોતાની શાખા પહેલાં જ બંધ કરી દીધી છે.

અનેક કારણો

કોવિડ બાદ ભારતની જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા હોંગકોંગ છોડવા પાછળ ઘણા કારણો સામે આવ્યા છે. જેમાં હોંગકોંગ પર ચીનના સંપૂર્ણ કબજા બાદ લદાયેલા આકરા નિયંત્રણો સામેલ છે જેમાં ક્વોરન્ટાઇન નિયમો અને લૉકડાઉન સહિતના નિયમ જવાબદાર છે. બેન્કર્સના અનુસાર વર્તમાન ભૂરાજકીય સ્થિતિને જોતા ચીની સત્તાધીશો સાથે કામગીરી પણ સરળ નથી. પરંતુ અમારું મુખ્ય કારણ નબળો ટ્રેડ ફાઇનાન્સ બિઝનેસ છે કારણ કે સઘળો પ્રવાહ શાંઘાઈ થઈને આવે છે.

ભારતીય બેન્કોને નુકસાન

બેન્કર્સના જણાવ્યા પ્રમાણે કોવિડ સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિઓમાં મંદીને કારણે ઘણી ભારતીય બેન્કોને જંગી નુકસાન થયું છે કારણ કે વેપારીઓ પોતાનું દેવું ચુકવી શક્યા નહોતા અને સાથે જ હવે અહફ એવી વિચારણા પણ પ્રવર્તી રહી છે કે ત્યાં હવે વધારે પડતી બેન્કોની કોઈ જરૂર નથી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles