fbpx
Monday, October 7, 2024

Digital Voter ID Card : કરો ડાઉનલોડ વોટર આઈડી કાર્ડને સ્માર્ટફોનમાં સરળતાથી ! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Voter ID Card Download: ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે.

આ ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે. જો તમે ચૂંટણી પહેલા તમારા સ્માર્ટફોનમાં તમારું ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને તેની સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમે તેનો ID પ્રૂફ તરીકે કોઈપણ સમયે ઉપયોગ કરી શકો છો-

ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ

  • ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://www.nvsp.in/ પર ક્લિક કરો અને ત્યાં E-EPIC કાર્ડ વિકલ્પ પસંદ કરો.
  • જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા લોગીન અથવા રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • આ પછી તમે E-EPIC ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો.
  • આગળ તમારે EPIC નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરવો પડશે.
  • આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને અહીં દાખલ કરો.
  • આ પછી તમને E-EPIC ડાઉનલોડનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
  • આ પછી તમને સ્માર્ટફોનમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થશે.

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર ઈ-વોટર કેવી રીતે ડાઉનલોડ કરવું-

  1. જો તમારો નંબર રજિસ્ટર્ડ છે, તો આ માટે તમારે પહેલા ઈ-કેવાયસી કરાવવું પડશે.
  2. આ માટે, તમારે પહેલા ફેસ લાઈવનેસ વેરિફિકેશન પાસ કરવું પડશે.
  3. તમારો મોબાઈલ નંબર અહીં અપડેટ કરો.
  4. આ પછી તમે ઉપર જણાવેલ પ્રક્રિયાને અનુસરીને સરળતાથી E-EPIC ડાઉનલોડ કરી શકો છો.

મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની બીજી રીત-

આ માટે તમારે પહેલા https://voterportal.eci.gov.in અથવા https://electoralsearch.in ની વેબસાઈટ પર જાવ અને પહેલા મતદાર યાદીમાં જઈને નામ સર્ચ કરો. આ પછી તમારો EPIC નંબર નોંધી લો. તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમારું ઈ-વોટર આઈડી કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles