fbpx
Sunday, November 24, 2024

મનોરંજન / ‘મારી આઇબ્રોને કારણે મને ફિલ્મમાંથી રિજેક્ટ કરવામાં આવ્યો’ શરૂઆતી દિવસોમાં કામ ન મળવા પર રાજકુમાર રાવનું છલકાયું દુઃખ

  • રાજકુમારની નવી ફિલ્મ નેટફ્લિક્સ પર 11 નવેમ્બરે રિલીઝ થશે
  • ક્યારેય હીરોના રોલ માટે ઓડિશન આપવા નહતો જતો – રાજકુમાર
  • મારી આઇબ્રોને લઈને મને રિજેક્ટ કરી દીધો

બૉલીવુડના લોકપ્રિય એક્ટર રાજકુમાર રાવને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. દિબાકર બેનર્જીની ફિલ્મ ‘રન’થી રાજકુમાર રાવે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને એ પછી એમને ક્યારેય પાછું કરીને નેથી જોયું.

એ ફિલ્મમાં રાજકુમાર રાવ એ ન્યૂઝ રીડરની ભૂમિકા નિભાવી હતી. લવ, સેક્સ અને ધોકા આ ત્રણ મસાલાથી બનેલી ફિલ્મથી રાજકુમાર રાવની મેઇન લીડ તરીકેની બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું અને આવું જ કંઈક તેની આગામી ફિલ્મ ‘ઓ મોનિકા ઓ માય ડાર્લિંગ’માં જોવા મળશે. જણાવી દઈએ કે રાજકુમારની નવી ફિલ્મ નેટફ્લિક્સ પર 11 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

હું ગુડ લૂકિંગ નથી – રાજકુમાર રાવ
આગામી ફિલ્મ ‘ઓ મોનિકા ઓ માય ડાર્લિંગ’ના પ્રમોશન દરમિયાન રાજકુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુંક કે, ‘એક સમય એવો હતો જ્યારે હું ક્યારેય હીરોના રોલ માટે ઓડિશન આપવા નહતો જતો કારણ કે મને કહેવામાં આવતું કે હીરોના મિત્રનું ઓડિશન મારે આપવું જોઈએ. હું જાણું છું કે હું આ રૂમમાં હું સૌથી ગુડ લૂકિંગ નથી પણ એ સમયે દિબાકર બેનર્જીએ મારામાં કંઈક જોયું. ‘

મારી આઇબ્રોને લઈને મને રિજેક્ટ કરી દીધો
આ સિવાય રાજકુમાર રાવે અન્ય ઈન્ટરવ્યુમાં આ વિશે ઘણી વાતો કરી છે અને ફિલ્મોમાં રિજેક્ટ થવાનું દુઃખ વ્યક્ત કરતાં રાજકુમાર બોલ્યા હતા કે ‘શરૂઆતી દિવસોમાં કેટલાકે મને કહ્યું કે હું ફિલ્મમાં લીડ રોલ કરવા માટે પૂરતો ઊંચો નથી કે મારી હાઇટ સારી નથી, ઘણા લોકોએ મારા શરીરના બાંધા પર સવાલ ઉઠાવ્યા હતા અને એક સમયે મને મારી આઇબ્રોને કારણે રિજેક્ટ કરવામાં આવ્યો હતો.’

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles