fbpx
Monday, October 7, 2024

T20: ભારત અને બાંગ્લાદેશ 11 વાર ટકરાઇ છે આમને સામને, જાણો આ મેચોમાં શું થયુ છે ખાસ.

T20 WC 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં ટીમ ઇન્ડિયા (Team India) અત્યારે મજબૂત સ્થિતિમાં છે, ટીમ ઇન્ડિયાની નેક્સ્ટ મેચ બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ છે. આ મેચ બુધવારે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આના પહેલા આ બન્ને ટીમોના આંકડા પર એક નજર કરીએ તો જાણવા મળે છે, કે બન્ને ટીમે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 11 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે.

આમાં ભારતને 10 મેચોમાં જીત મળી છે, તો બાંગ્લાદેશ એકમાત્ર જીત મેળવવામાં સફળ રહ્યું છે. જાણો અહીં આ 11 મેચોના રોચક આંકડા………………

ભારત-બાંગ્લાદેશ ટી20ના રોચક આંકડા –


1. સર્વોચ્ચ સ્કૉર- ટીમ ઇન્ડિયાએ 6 જૂન 2009 એ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા.


2. સૌથી ઓછો સ્કૉર – મીરપુરામાં 24 ફેબ્રુઆરી 2016 એ રમાયેલી ટી20 મેચમાં બાંગ્લાદેશની આખી ટીમ માત્ર 121 રન પર જ સમેટાઇ ગઇ હતી.


3. સૌથી મોટી જીત – ટીમ ઇન્ડિયાએ ફેબ્રુઆરી 2016માં મીરપુર ટી20માં બાંગ્લા ટીમને 45 રનથી હરાવી હતી. આ રનોની રીતે સૌથી મોટી જીત છે. વળી, માર્ચ 2014માં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી માત આપી હતી. આ વિકેટોની રીતે મોટી જીત બની હતી.


4. સૌથી વધુ રન – રોહિત શર્માએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20માં 452 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 41.09 અને સ્ટ્રાઇક રેટ 144.40 ની રહી છે.


5. સર્વશ્રેષ્ઠ ઇનિંગ – રોહિત શર્માએ માર્ચ 2018માં કોલંબોમાં રમાયેલી ટી20 મેચમાં 61 બૉલ પર 89 રનની ઇનિંગ રમી હતી.


6. સૌથી વધુ 50+ રનની ઇનિંગ – આ રેકોર્ડ પણ રોહિત શર્માના નામે નોંધાયેલો છે. હિટમેને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20માં 5 વાર 50+ રનની ઇનિંગો રમી છે.


7. સૌથી વધુ છગ્ગા – રોહિત શર્માએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20માં સૌથી વધુ 21 છગ્ગા ફટકાર્યા છે.


8. સૌથી વધુ વિકેટ – યુજવેન્દ્ર ચહલે ભારત-બાંગ્લાદેશ મેચોમાં 9 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 17 અને ઇકોનૉમી રેટ 6.37 રહ્યો છે.


9. સર્વશ્રેષ્ઠ બૉલિંગ – દીપક ચાહરે નવેમ્બર 2019 માં નાગપુર ટી20માં 7 રન આપીને 6 વિકેટો ઝડપી હતી.


10. સ્ટમ્પ પાછળ સૌથી વધુ શિકાર – એમએસ ધોનીએ 5 મેચોમાં 7 શિકાર કર્યા છે, તેને 3 કેચ અને 4 સ્ટમ્પિંગ કરી છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles