fbpx
Monday, October 7, 2024

દવા-મેડિકલ ડિવાઈઝનો ભાવ વધારવાની અરજીઓ ૩૧ ડિસેમ્બર સુધી કરી શકાશે.

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,સોમવાર

દવાઓ અને તબીબી સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલા ઉપકરણોના ભાવ નક્કી કરવા માટે દર ત્રણ મહિને ભરવાના થતાં ફોર્મ ભરવાની તારીખલંબાવીને ૩૧મી ડિસેમ્બર કરી આપવામાં આવી છે. ત્રિમાસિક ગાળો પૂરો થયાના પંદર દિવસમાં આ ફોર્મ નંબર ૩ ભરી દેવાન નિયમ છે. આ જ રીતે દવાના કે મેડિકલ ડિવાઈજના ભાવમાં વધારો કે સુધારો કરવા માટેની દરખાસ્ત મૂકતા ફોર્મ નંબર – ૪ ભરવાન મુદત પણ ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી આપવામાં આવ છે.

એકલા ગુજરાતમાં રૃા. ૩૫૦૦૦ કરોડથી વધુની દવાઓ અને રૃા. ૨૦,૦૦૦ કરોડથી વધુના મેડિકલ ઉપકરણો બને છે.

નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન હેઠળ કાયદેસર ભરવાના થતાં ફોર્મ ભરવાની તારીખ લંબાવી આપવાની માગણી કરતી રજૂઆત ઉદ્યોગ જગત તરફથી કરવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દવાના શિડયુલમાં બદલાવ આવતો હોય કે પછી તેના મહત્તમ છૂટક ભાવ નક્કી કરી આપવાના હોય તેવા સંજોગોમાં ફોર્મ નંબર ૪ ભરવાનું આવે છે. ફોર્મ ચાર મેડિકલ ડિવાઈઝના ભાવ નક્કી કરી આપવા માટે ભરવામાં આવે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સ દ્વારા ફોર્મ નંબર ૪ દાખલ કરવામાં આવ્યું છે.તેમાં મેડિકલ ડિવાઇઝ એટલે કે દરદીઓની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાના થતાં સાધનો અને દવાઓના ભાવ નક્કી કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવે છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી સમક્ષ આ ફોર્મ ભરીને મૂકવાના હોય છે. ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૨૨ વચ્ચે દવાના કે મેડિકલ ઉપકરણના ભાવમાં વધારો કરવો હોય તો તે માટેની રજૂઆત ૩૧મી ડિસેમ્બરે કરવાની રહેશે. તેમાં દવાના અને મેડિકલ ઉપકરણના ઉત્પાદનના અને વેચાણના પણ આંકડાઓ આપવાના હોય છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles