fbpx
Thursday, November 21, 2024

યુપી ચૂંટણી / મારી મુસ્લિમ બહેનો શાંતિથી મોદીને આશીર્વાદ આપવા ઘરેથી નીકળી રહી છે: પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં રેલીમાં બોલતા

  • પ્રચાર માટે યુપીમાં પહોંચ્યા હતા પીએમ મોદી
  • સપા અને રાલોદ પર કર્યા આકરાં પ્રહારો
  • ભાજપ પ્રચંડ બહુમત સાથે જીતી રહ્યું હોવાનો કર્યો દાવો

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાંતના અકબરપુરમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં એક વિશાળ જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ સમાજવાદી પાર્ટી અને રાલોદ ગઠબંધન પર ટાર્ગેટ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રથમ અને બીજા તબક્કાના મતદાનનું ટ્રેંડ બતાવે છે કે, 10 માર્ચ બાદ ફરી એક વાર યોગી જ મુખ્યમંત્રી બનશે. આ વખતે રંગોની હોળી 10 માર્ચે ભાજપ જીત સાથે મનાવશે. તેમણે એવું પણ કહ્યું કે, અત્યાર સુધી સમાજના દરેક વર્ગોનો ભાજપને સ્નેહ મળ્યો. પ્રથમ તબક્કામાં ભાજપને જીતાડવાનું બીડૂ મહિલાઓએ ઝડપ્યું. બીજા તબક્કામાં પણ માતાઓ અને બહેનોનો સાથ મળ્યો. લાંબી લાંબી લાઈનો બતાવી રહી છે કે, ભાજપ જીતી રહ્યું છે.

મારી મુસ્લિમ બહેનો ચૂપચાપ ઘરમાંથી નિકળી મોદીને આશીર્વાદ આપવા નિકળી રહી છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુપીમાં બીજા તબક્કામાં જે ટ્રેંડ આવી રહ્યો છે, અને પ્રથમ તબક્કાનું જે વોટિંગ થયું છે, તેણે ચાર વાતો બહું સ્પષ્ટ કરી દીધી છે. પહેલું ભાજપની સરકાર, યોગીની સરકાર ફરી આવી રહી છે. પુરા દમખમ સાથે આવી રહી છે. બીજૂ દરેક જાતિના લોક , ગામડાના, શહેરના, કોઈ પણ ભ્રમ વગર એકજૂથ થઈને યુપીના વિકાસ માટે વોટ કરી રહ્યા છે. ત્રીજી આપણી માતાઓ-બહેનો દિકરીઓએ ભાજપને જીતાડવા માટે ખુદ ભાજપનો ઝંડો ઉઠાવ્યો છે. ચોથું- મારી મુસ્લિમ બહેનો, ચૂપચાપ, કોઈ પણ પ્રકાર શોર વગર મન બનાવીને મોદીને આશીર્વાદ આપવા માટે ઘરમાંથી નિકળી રહી છે. આપણી મુસ્લિમ મહિલાઓ-બહેનો-દિકરીઓ જાણે છે કે, જે સુખ-દુ:ખમાં કામ આવે છે, એ જ આપણો હોય છે.

2022માં ઘોર પરિવારવાદી ફરીથી હારશે

પીએમ મોદીએ સપા-રાલદો ગઠબંધનનું નામ લીધા વગર કહ્યું કે, યુપીના લોકોએ તેમને 2014માં હરાવ્યા, 2017માં હરાવ્યા અને 2019માં ફરી એક વાર હરાવ્યા અને હવે 2022માં પણ ઘોર પરિવારવાદી ફરીથી હારશે. આ વખતે ચૂંટણીમાં તેઓ નવા સાથી લઈને આવ્યા છે. નવા સાથીના ખભે ચાલવાનો પ્રયત્ન કરે છે. આ એ છે, જે દરેક ચૂંટણીમાં જેને સાથે લઈને આવે છે, તેને ધક્કો મારી કાઢી મુકે છે. જે સાથી બદલે છે, તે યુપીનો સાથ શું આપશે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles