fbpx
Monday, October 7, 2024

શિમલા-મનાલી ફરવા માટે ઉત્તમ તક, જોઇ લો IRCTC નું આ ટૂર પેકેજ..

જો તમે શિમલા અને મનાલીની સુંદર ખીણોમાં ફરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે એક શાનદાર તક આવી રહી છે. વાસ્તવમાં, ભારતીય રેલવે ઉપક્રમ IRCTC બહુ જ શાનદાર અને સસ્તુ ટૂર પેકેજ ઓફર કરી રહ્યુ છે. આ પેકેજ દ્વારા તમને શિમલા, કુલ્લૂ અને મનાલી ફરવાની તક મળશે.

IRCTC એ ટ્વીટર પર પેકેજની જાહેરાત કરી

IRCTC એ આ પેકેજની જાહેરાત તેના ટ્વીટર એકાઉન્ટ પર કરી છે. આ 7 રાત્રિ અને 8 દિવસના પેકેજની શરૂઆત ત્રિવેન્દ્રમથી થશે. આઈઆઈસીટીસીના આ પેકેજમાં ફ્લાઈટ ટિકિટ પણ સામેલ કરવામાં આવી છે. આ પ્રવાસનું ભાડુ પ્રતિ વ્યક્તિ 52,670 રૂપિયાથી શરૂ થાય છે. આમાં ફ્લાઈટ ટિકિટ, કેબ સર્વિસ, હોટલ, ભોજન, ગાઈડથી લઈને બધી જ જરૂરિયાતની વસ્તુઓ સામેલ છે.

આવી રીતે કરાવવામાં આવશે યાત્રા
3 નવેમ્બર, 2022એ ત્રિવેન્દ્રમથી ચંદીગઢ માટે ફ્લાઈટની સાથે આ યાત્રાની શરૂઆત થશે. ત્યાર બાદ 4 નવેમ્બરે સવારના નાસ્તા બાદ કુફરીની યાત્રા કરાવવામાં આવશે. સાંજના સમયે મોલ રોડ અને સ્થાનિક જગ્યાઓએ લઈ જવામાં આવશે અને તે રાત્રે પણ શિમલામાં જ રોકાણ કરવાનું રહેશે. પછી, બીજા દિવસે યાત્રિકોને શિમલાથી કુલ્લૂ-મનાલી લઈ જવામાં આવશે. અહીં પર મનાલીની સ્થાનિક જગ્યાઓ, મંદિરો જેવા કે- હિડિમ્બા મંદિર, મનુ મંદિર, વશિષ્ઠ મંદિર, વન વિહાર, કલ્બ હાઉસ જેવી જગ્યાઓએ યાત્રા કરાવવામાં આવશે.

10 નવેમ્બરના રોજ યાત્રા સમાપ્ત થશે
7 નવેમ્બરે યાત્રિકોને અટલ ટનલ, રોહતાંગ પાસ અને સોલાંગ વેલી લઈ જવામાં આવશે. આ પછી પરત ફરતા સમયે મનાલીની હોટલમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે, આગામી દિવસે મનાલીથી ચંદીગઢની યાત્રા કરવી પડશે, જ્યાં તમને રોઝ ગાર્ડન, રૉક ગાર્ડન, વગેરે જેવી જગ્યાઓએ લઈ જવામાં આવશે. 10 નવેમ્બરે આ યાત્રા ત્રિવેન્દ્રમની ફ્લાઈટ સાથે સમાપ્ત થશે.

કેટલાનું છે ટૂર પેકેજ
પેકેજના ખર્ચની વાત કરીએ તો, સિંગલ ઓક્યૂપેન્સી માટે 66,350 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે ડબલ ઓક્યુપેન્સી માટે તમારે 53,990 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપેન્સી માટે 52,670 રૂપિયા આપવા પડશે. જો તમે બાળક માટે પણ બેડની જરૂર હોય તો, પછી તમને 48,300 રૂપિયા ખર્ચ કરવા પડશે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles