fbpx
Monday, October 7, 2024

ગાયના પાચનતંત્રથી પ્રેરાઈને બેંગ્લોરના સ્ટાર્ટઅપે તૈયાર કરી સીવેજ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ જાણો…

ભારતમાં ગટરનું મોટાભાગનું પાણી ટ્રીટમેન્ટ વગર વેડફાઈ જાય છે. બેંગ્લોર વાસીઓએ આના ઉકેલ માટે સોસાયટીમાં જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવાનું શરૂ કર્યું છે. શહેરમાં આવા અઢી હજારથી વધુ પ્લાન્ટ છે. જોકે, આ પ્લાન્ટ ખૂબ ખર્ચાળ હોય છે.

ઇકોએસટીપી નામના સ્ટાર્ટઅપે સમસ્યા દૂર કરવાનું બીડું ઝડપ્યું છે અને ગટરનાં પાણીને સ્વચ્છ બનાવીને તેને વપરાશ યોગ્ય બનાવવાનો કિમીયો શોધી કાઢ્યો છે. તેમના મતે ‘એનેરોબીક બેક્ટેરિયા’ એવો જીવ છે જે વિખંડન કરે છે. ગાયનું પેટ એક ઉમદા એનેરોબિક બેક્ટેરિયા મશીન છે જે કોઇપણ વસ્તુને વિખંડિત કરી શકે છે. એના તર્જ પર સીવેજ સફાઈ માટેનું માળખું ઊભું કરવામાં આવ્યું છે.

આવી સિસ્ટમમાં પાણી એક ચેમ્બરથી બીજામાં જતાં-જતાં સ્વચ્છ થતું જાય છે. આખરે તે પીવા સિવાય બાકી કામ આવી શકે છે. હાલ તેને બનાવવાનો ખર્ચ 22 લાખ છે પણ આગળ જતાં તે ખર્ચ નીકળી જાય છે તેમ કંપનીએ જણાવ્યું હતું.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles