fbpx
Monday, October 7, 2024

5G જાણવું છે ખુબ જ સહેલું, શું તમારા ફોનમાં 5G સેવા ચાલશે કે નહિ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022 ઉદ્ઘાટન કર્યા બાદ 5G સેવા લોન્ચ કરી હતી. આ સાથે જ વડાપ્રધાને 5G સેવાના ગુણ વિશે પણ વાત કરી હતી. પરંતુ જો તમે પણ આજથી તમારા ફોનમાં 5Gનો ઉપયોગ કરવા માંગતા હોવ, પરંતુ તમને સમજાતું નથી કે શું કરવું. તો અમે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવવા જઈ રહ્યાં છીએ.

વાસ્તવમાં આ માટે તમારે તમારા ફોનના સેટિંગ્સમાં જવું પડશે અને ત્યાંથી તમે જાતે જ ચકાસી શકે છે કે તેમના ફોનને 5G સેવાનો લાભ મળશે કે નહિ

એન્ડ્રોઈડ સ્માર્ટફોનની દુનિયામાં ઘણા એવા સ્માર્ટફોન છે, જે 5G કનેક્ટિવિટી સાથે આવે છે, જેની કિંમત 13 હજાર રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીની છે. આ માટે યુઝર્સે મોબાઈલના સેટિંગમાં જવું પડશે. તે પછી નેટવર્ક અને ઇન્ટરનેટ પર જઈ ત્યાં, મોબાઇલ નેટવર્ક હેઠળ આપેલ પ્રિફર્ડ નેટવર્ક પ્રકાર પર ક્લિક કરો. આવી સ્થિતિમાં તમારી સામે એક સંપૂર્ણ સૂચિ દેખાશે. જોકે, વિવિધ સ્માર્ટફોનમાં વિવિધ વિકલ્પો હોઈ શકે છે. જો 5G આ સૂચિમાં છે, તો તેનો અર્થ એ છે કે તમારું ફોન પણ 5Gને સપોર્ટ કરશે. જોકે, બેન્ડ્સમાં પણ તફાવત હશે, જેની યાદી કંપની ટૂંક સમયમાં જાહેર કરશે.

5G ટેક્નોલોજીને લઈને ઘણા લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે અને આજે અમે તમને એ પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યાં છીએ. ભારતમાં પ્રથમ 5G સેવા કોણ શરૂ કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે જિયોએ તેની AGMમાં પહેલેથી જ કહ્યું છે કે તે દિવાળી પહેલા 5G સેવા શરૂ કરશે. આ જ સમયે, એરટેલે એ પણ માહિતી આપી છે કે તે આ વર્ષે 5G સેવા શરૂ કરશે. હવે આ રેસમાં કોણ મોખરે રહેશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.

5G ની સ્પીડ 4G કરતા 100 ગણી વધારે છે. 5Gમાં સૌથી આકર્ષક વસ્તુ તેની સ્પીડ છે. 5G આવ્યા પછી પણ 4G સ્માર્ટફોન ચાલતા રહેશે અને લોકોને 4G ઇન્ટરનેટની સુવિધા મળતી રહેશે. તે 4G ઉપકરણો પણ 5G ની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles