fbpx
Monday, October 7, 2024

ખેડૂતનો અદ્ભુત: એક છોડ પર હજારો ટામેટાં ઉગાડ્યા, ગીનીસ વર્લ્ડ રેકોર્ડ ( Guinness World Records ) માં નામ નોંધાયું

લોકો ઘરમાં ગાર્ડનિંગ કરવાના શોખીન છે. કેટલાક લોકો તો ઘરે શાકભાજી ઉગાડે છે. ઘરમાં આપણા ઉપયોગ માટે શાકભાજી ઉગાડવી એ બહુ મુશ્કેલ કામ નથી, પરંતુ જો અમે તમને કહીએ કે એક વ્યક્તિએ એક છોડમાંથી એટલા બધા ટામેટાં ઉગાડ્યા છે કે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે, તો શું તમે વિશ્વાસ કરશો ?

તમારે આ સ્વીકારવું જોઈએ કારણ કે યુકેના હર્ટફોર્ડશાયરમાં રહેતા ખેડૂત અને માળી ડગ્લાસ સ્મિથે આવું પરાક્રમ કર્યું છે. તેણે માત્ર એક છોડમાંથી સૌથી વધુ ટામેટાં ઉગાડવાનો રેકોર્ડ બનાવ્યો છે. ડગ્લાસે એક છોડમાં 1,269 ટામેટાં ઉગાડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષ સુધી ગિનિસ રેકોર્ડ બુકમાં એક ઝાડ પર 488 ફળ ઉગાડવાનો રેકોર્ડ હતો, પરંતુ હવે ડગ્લાસે આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ડગ્લાસે ગયા વર્ષે પણ આ રેકોર્ડ તોડ્યો હતો. તેણે ગયા વર્ષે એક છોડ પર 839 ટામેટાં ઉગાડ્યા હતા. આ વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડતા તેણે એક છોડમાંથી 1269 ટામેટાં ઉગાડ્યા છે. બાગાયતનો ખૂબ શોખીન, ડગ્લાસ તેના પાછળના બગીચામાં દરરોજ 4 કલાક વિતાવે છે.

ડગ્લાસનું વિશ્વના શ્રેષ્ઠ માળી બનવાનું સપનું છે. નવો રેકોર્ડ બનાવવા માટે, સ્મિથે ઘણા વૈજ્ઞાનિક પેપર્સ વાંચ્યા અને માટીના નમૂનાઓ પણ એકત્રિત કર્યા જેનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે આખરે રેકોર્ડ બનાવ્યો, ત્યારે તેની બધી મહેનત રંગ લાવી.

પહેલા પણ ચર્ચામાં આવી ચુક્યા છે

ડગ્લાસના મતે આ વર્ષે તેણે ઘણા પ્રયોગો કર્યા. ડગ્લાસને માત્ર એ શોધવાનું હતું કે કઈ પ્રજાતિના છોડ કેટલા ફળો આપી શકે છે. આ પ્રયોગ પૂરો કરીને તેણે આ વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો.

ડગ્લાસ આ પહેલા પણ ઘણા પ્રકારના કરિશ્મા કરી ચુક્યા છે. તેણે 2020માં 20 ફૂટ ઊંચું સૂર્યમુખી ઉગાડીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ સાથે ડગ્લાસ 3 કિલો ટામેટા પણ ઉગાડવા માટે જાણીતો છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles