fbpx
Monday, October 7, 2024

વર્લ્ડ જુનિયર સ્વિમિંગ: અપેક્ષા ફર્નાન્ડિસ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની

અપેક્ષા ફર્નાન્ડિસ વર્લ્ડ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. પેરુના લિમામાં મહિલાઓની 200 મીટર બટરફ્લાય ઈવેન્ટની ફાઇનલમાં તે આઠમા ક્રમે રહી હતી.


17 વર્ષીય ભારતીય સ્વિમરે બુધવારે ફાઇનલમાં 2:19.14 સેકન્ડનો સમય કાઢીને આઠ તરવૈયાઓમાં છેલ્લા સ્થાને રહી હતી.


આપેક્ષા ફર્નાન્ડિસે અગાઉ 2:18.18 સેકન્ડના સમય સાથે ક્વોલિફાઈંગમાં પોતાનો ‘શ્રેષ્ઠ ભારતીય સમય’ સુધારીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિશ્વ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે.

તેનો અગાઉનો સર્વશ્રેષ્ઠ 2:18.39 સેકન્ડ હતો, જે તેણે જૂનમાં સેટ કર્યો હતો, પરંતુ તે હજુ પણ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા તરફથી માન્યતાની રાહ જોઈ રહ્યો છે.

સ્વિમિંગનો સમય રાષ્ટ્રીય રેકોર્ડ તરીકે ગણવામાં આવે છે જો તે રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં હાંસલ કરવામાં આવે. અન્ય સ્પર્ધાઓમાં લેવાયેલા સમયને ‘શ્રેષ્ઠ ભારતીય સમય’ કહેવામાં આવે છે.

દરમિયાન, પુરુષોની 200 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં, ભારતના વેદાંત માધવનને ખોટી શરૂઆત માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો જ્યારે સંભવ રામા રાવ ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે એક મિનિટ 55.71 સેકન્ડનો સમય કાઢીને 27મું સ્થાન મેળવ્યું હતું.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles