fbpx
Sunday, September 8, 2024

મે આજ સુધી લોકોને કૂતરાને ભગાડવા માટે પત્થર કે ડંડો ફેંકતા તો જોયા હતા પણ એવો માણસ પહેલી વાર જોયો જે…

એક નવદંપત્તિ બગીચામાં ફરવા ગયા.
અચાનક એક મોટો કૂતરો તેમની તરફ ઝપટ્યો.
બચવાનો કોઈ રસ્તો ન દેખાતા પતિએ તરત જ પોતાની પત્નીને ઉચકી લીધી…
જેથી કૂતરો કરડે તો તેને કરડે, તેની પત્ની નહિ.
કૂતરો એકદમ નજીક આવીને ઉભો રહ્યો.
થોડીક વાર તો ભસ્યો અને પછી પાછળની તરફ ભાગી ગયો.
પતિને હાશકારો થયો અને એ આશાએ પત્નીને નીચે ઉતારી કે
પત્ની તેને ખુશીથી ગળે લગાવી દેશે.
ત્યારે… તેની બધી આશાઓ પર પાણી ફેરવતા…
તેની પત્નીએ બૂમ પાડી…
“મે આજ સુધી લોકોને કૂતરાને ભગાડવા માટે પત્થર કે ડંડો ફેંકતા તો જોયા હતા
પણ એવો માણસ પહેલી વાર જોયો જે
કૂતરાને ભગાડવા માટે પોતાની પત્નીને ફેંકવા માટે તૈયાર હતો.”
શિક્ષાઃ ‘પરિણીત પુરુષોએ પોતાની પત્નીથી ક્યારેય પ્રશંસાની
આશા ન રાખવી જોઈએ.’..

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles