પપ્પુ શાળાએ પહોંચ્યો. પ્રિન્સિપાલ મેડમ સામે ખુરશી મૂકીને બેસી ગયો.
પ્રિન્સિપાલ : શું તમે બાળકના એડમિશન માટે આવ્યા છો?
પપ્પુ : હા.
પ્રિન્સિપાલ : બાળક ક્યાં છે?
પપ્પુ : હજુ બાળક થયું નથી.
પ્રિન્સિપાલ : જુઓ, પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પણ પ્રકારના એડમિશનની વાત ન થઈ શકે.
પહેલા બાળકને દુનિયામાં આવવા દો.
પપ્પુ : પ્રેગ્નન્સી કેવી? હજી તો મેં લગ્ન પણ નથી કર્યા.
પ્રિન્સિપાલ : અરે, તો પહેલા લગ્ન કરી લો. પછી આવજો.
પપ્પુ : હું તમારા માટે એક સ્કીમ લઈને આવ્યો છું.
પ્રિન્સિપાલ : કેવી સ્કીમ?
પપ્પુ : જો તમે મારા લગ્ન કોઈ છોકરી સાથે કરાવો
તો મારા થનારા દરેક બાળકનું તમારી શાળામાં એડમિશન કરાવીશ.
પ્રિન્સિપાલ : શું બકવાસ કરી રહ્યા છો?
પપ્પુ : જ્યારે તમે જણાવેલી દુકાનમાંથી પુસ્તકો, કપડાં, ચંપલ, બેગ મળે છે,
તો પછી તમે જે છોકરી દેખાડો તેની સાથે લગ્ન કેમ ન થઈ શકે.
તમે આ યોજના શરૂ કરો કે,
અમે દેખાડેલી છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકને 100% પ્રવેશ મળશે.
પછી જુઓ લગ્નમાં પણ કમિશન મળશે અને સ્કૂલમાં સીટો પણ હાઉસફુલ.
હવે પ્રિન્સિપાલ મેડમ મૂંઝવણમાં છે કે
પપ્પુની વાત સાંભળીને ગુસ્સો તો આવે છે, પણ સ્કીમ પણ ખરાબ નથી લાગતી.
😅😝😂😜🤣🤪
આજે પણ, મારી આંખો
એ સંબંધીને શોધી રહી છે,
જેણે કહ્યું હતું કે,
‘બસ બારમું પાસ કરી લે
પછી તો જિંદગી સેટ છે’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)