વિરાટ કોહલી નવો રેકોર્ડઃ ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે કેટલાક રેકોર્ડ ચોક્કસ બને છે. IPL 2024માં શાનદાર ફોર્મમાં રહેલો કોહલી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
તેના માથા પર નારંગી ટોપી શોભે છે. આ દરમિયાન કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સમીક્ષકો વિરાટ કોહલીને T20 બેટ્સમેન નથી માનતા પરંતુ કોહલીએ T20 ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી દુનિયાનો કોઈ અન્ય બેટ્સમેન કરી શક્યો નથી.
વિરાટ કોહલી ઘરની ધરતી પર ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 9000 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આમાં લીગ અને આંતરરાષ્ટ્રીય મેચોનો સમાવેશ થાય છે. કોહલીએ 262 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. કોહલીના હવે ઘરની ધરતી પર 9014 રન છે, જે તેણે 41ની એવરેજથી બનાવ્યા છે. આ યાદીમાં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોપ 5 ભારતીય છે.
Virat Kohli has now scored 9000 T20 runs on home soil – the most by any player in a single country 🇮🇳 pic.twitter.com/46MCehjFjP
— ESPNcricinfo (@ESPNcricinfo) May 20, 2024
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 294 ઇનિંગ્સમાં 8008 રન, શિખર ધવને 252 ઇનિંગ્સમાં 7626 રન, સુરેશ રૈનાના 237 ઇનિંગમાં 6553 રન અને રોબિન ઉથપ્પાએ 233 ઇનિંગમાં 6434 રન બનાવ્યા છે. આ તમામ ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે.
IPL 2024માં વિરાટ કોહલીએ અત્યાર સુધી 708 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 156 રહ્યો છે. કોહલીએ 1 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. RCB એલિમિનેટરમાં પહોંચી ગયું છે. અહીંથી જો ટીમ ફાઈનલ રમે છે તો કોહલી હજુ વધુ રન બનાવી શકે છે. કોહલી પછી IPL 2024માં બીજા ક્રમે રહેલા CSKના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 583 રન બનાવ્યા છે. CSK પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. ત્રીજા નંબર પર સનરાઇઝર્સનો ટ્રેવિસ હેડ છે જેણે 533 રન બનાવ્યા છે.