fbpx
Sunday, October 6, 2024

હવે હાઈવે પર મુસાફરી કરવી ઘણી સસ્તી થશે, ગડકરીની લોકસભામાં જાહેરાત

જો તમે હાઈવે પર મુસાફરી કરતી વખતે ટોલ ટેક્સ ભરીને કંટાળી ગયા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે હવે સરકાર હાઈવેના ટોલની રકમ ઘટાડવા જઈ રહી છે. તેમજ 60 કિલોમીટરના અંતરે માત્ર એક જ ટોલટેક્સ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

તેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં બોલતી વખતે કરી છે. એટલું જ નહીં હવે સ્થાનિક લોકોને પણ ટેક્સ ભરવાની જરૂર નહીં રહે. તેમના વિભાગ દ્વારા પાસ બનાવવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આજે લોકસભામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે સરકાર આગામી 3 મહિનામાં દેશમાં ટોલ પ્લાઝાની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહી છે. ઉપરાંત, 60 કિમીની ત્રિજ્યામાં માત્ર એક જ ટોલ પ્લાઝા કાર્યરત રહેશે. આજે લોકસભામાં આ નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે 60 કિલોમીટરની અંદર આવતા અન્ય ટોલ પ્લાઝા આગામી 3 મહિનામાં બંધ કરવામાં આવશે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને ટોલ ચૂકવવો પડશે નહીં, તેમને પાસ આપવામાં આવશે. તેનાથી હાઈવે પર મુસાફરી કરનારાઓના ખિસ્સામાં રાહત થશે. તેમજ વધુમાં વધુ લોકોને ટોલ ભરીને હાઈવે પર મુસાફરી કરવા પ્રેરિત કરવામાં આવશે.

વાસ્તવમાં સરકાર હાઈવે પર ટ્રાફિક વધારીને ટોલની આવક વધારવા પર ભાર આપી રહી છે. તે જ સમયે, ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોની હંમેશા માંગ રહે છે કે તેમને ટોલમાં રાહત આપવામાં આવે કારણ કે સ્થાનિક હોવાને કારણે તેમને સતત મુસાફરી કરવી પડે છે. ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને પણ સરકારની નવી સ્કીમથી ઘણો ફાયદો થવાની આશા છે.

હાઇલાઇટ્સ

60 કિમીમાં માત્ર એક ટોલ ટેક્સ ભરવો પડશે
સ્થાનિક લોકો માટે પાસ બનાવવામાં આવશે

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles