fbpx
Sunday, October 6, 2024

AFG vs SL: અફઘાનિસ્તાનની વર્લ્ડ કપમાં ત્રીજી જીત, શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલની રેસમાં જોડાઈ

અફઘાનિસ્તાન vs શ્રીલંકા પૂર્ણ મેચ હાઇલાઇટ્સ: ફઝલહક ફારૂકીની ઘાતક બોલિંગ અને ત્યારબાદ રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈની શાનદાર બેટિંગને કારણે અફઘાનિસ્તાને શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું.

આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની આ ત્રીજી જીત છે. આ સાથે તે સેમિફાઈનલની રેસમાં સામેલ થઈ ગઈ છે.

શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી રહમત શાહે 62 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 74 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 58 રન અને અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​63 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 73 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ બંને વચ્ચે 111 રનની અણનમ ભાગીદારી થઈ હતી.

શ્રીલંકાએ આપેલા 242 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો સૌથી મહત્વનો બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ ખાતું ખોલાવ્યા વિના જ પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. જોકે, આ પછી અફઘાનિસ્તાને જોરદાર વાપસી કરી અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

રહમત શાહ અને ઈબ્રાહિમ ઝદરાન વચ્ચે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી થઈ હતી. બંને ખૂબ જ નક્કર દેખાતા હતા અને આસાનીથી વચ્ચે ચોગ્ગા મારતા રહ્યા. જોકે, 17મી ઓવરમાં 73 રનના સ્કોર પર અફઘાનિસ્તાનને બીજો આંચકો લાગ્યો હતો. ઈબ્રાહિમ ઝદરાન 57 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારે એવું લાગતું હતું કે કદાચ શ્રીલંકા મેચમાં વાપસી કરશે. પરંતુ આ પછી રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી વચ્ચે 58 રનની ભાગીદારી થઈ હતી. અહીંથી મેચ અફઘાનિસ્તાનના કબજામાં આવી ગઈ.

રહમત શાહ 74 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 62 રન બનાવીને આઉટ થયો હતો. ત્રણ વિકેટ પડ્યા બાદ ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈ ક્રિઝ પર આવ્યો હતો. ઓમરઝાઈએ ​​આક્રમક રમત રમી અને સુકાની શાહિદી સાથે મળીને ટીમને જીતની ઉંબરે પહોંચાડી. હશમતુલ્લાહ શાહિદીએ 74 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 58 રન અને અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​63 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 73 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ બંને વચ્ચે 111 રનની અણનમ ભાગીદારી થઈ હતી.

દિલશાન મદુશંકા શ્રીલંકા માટે નવા બોલ સાથે ખતરનાક દેખાતો હતો અને તેણે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય અન્ય કોઈ બોલર પ્રભાવિત કરી શક્યો નહોતો. મદુશંકાને બે અને કસુન રાજિતાને એક સફળતા મળી.

આ પહેલા શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 241 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ઘણા બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યું ન હતું. અફઘાનિસ્તાન તરફથી બોલિંગમાં ફઝલહક ફારૂકીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles