fbpx
Sunday, September 8, 2024

નોઈડામાં શિવલિંગ તોડ્યા બાદ પોલીસની કાર્યવાહી, માંસની દુકાનો પર બુલડોઝર દોડ્યા

લખનૌ: નો ઈડાના બહલોલપુર ગામમાં એક શિવ મંદિરમાં તોડફોડ કરવા ઉપરાંત અસામાજિક તત્વોએ રવિવારે રાત્રે શિવલિંગ અને મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓની તોડફોડ કરી હતી.

આ સાથે મંદિરના ફ્લોર પર લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા. સોમવારે સવારે જ્યારે ગામલોકો મંદિર પહોંચ્યા તો અંદરનું દ્રશ્ય જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા. આ પછી મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. મંદિરની અંદર માંસ ફેંકવામાં આવતું હોવાની વાત સામે આવ્યા બાદ સોમવારે બપોરે પોલીસે બુલડોઝર ચલાવીને બહલોલપુરમાં આવેલી મટનની દુકાનોને ધ્વસ્ત કરી નાખી હતી.

આ મામલાની માહિતી આપતાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર (સેન્ટ્રલ નોઈડા) હરીશ ચંદરે કહ્યું કે સ્થાનિક પોલીસને બહલોલપુર ગામમાં એક શિવ મંદિરમાં તોડફોડની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે ફોરેન્સિક નિષ્ણાતો અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં એક પ્રતિમા ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન II) ઇલા મારને જણાવ્યું હતું કે સ્થળ પર લોહીના ડાઘ પણ મળી આવ્યા છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ માનવ લોહી જેવા લાગે છે. સ્વાભાવિક છે કે જે વ્યક્તિએ કાચના કવરમાં રાખેલી પ્રતિમાને હટાવવા માટે કાચ તોડ્યો હશે તેને ઈજા થઈ હશે અને તેનું લોહી પણ વહી ગયું હશે.

ડીસીપી ચંદેરે કહ્યું કે પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે અને મંદિર પરિસરમાં માંસનો ટુકડો પડયો હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે મંદિરના પૂજારીનો પણ સંપર્ક કર્યો છે, જેઓ રાત્રે તેમના ઘરે ગયા હતા અને સવારે મંદિરમાં આવ્યા ત્યારે અંદરનો નજારો જોયો હતો. ડીસીપીએ કહ્યું કે તે કહેવું પણ ખોટું છે કે ઘટના દરમિયાન મંદિરના પૂજારીને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે અને આ મામલે એફઆઈઆર નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles