fbpx
Monday, October 7, 2024

જાણવા જેવું: હોટલમાં રુમ બુક કરતી વખતે હંમેશા 3થી 6 માળ પર જ રોકાવું જોઈએ, જાણો કેમ

મોટા ભાગે રજાના દિવસો અથવા તો પછી ઓફિસના કામથી લોકોને બહાર આવવા-જવાનું વધી ગયું છે. ત્યારે આવા સમયે રોકાવા માટે લોકો હોટલ અથવા લોજમાં રોકાતા હોય છે. લોકો પોતાના બજેટ અનુસાર ક્યારેક સામાન્ય તો ક્યારેક સારામાં સારી હોટલમાં રોકાય છે. જો કે તે રોકાવા માટે પોતાની સુરક્ષાની ચકાસણી કરી લેવી જોઈએ. કેમ કે આજનો જમાનો ડિજિટલ છે, ત્યારે આવા સમયે ખતરો ચારેકોર મંડરાયેલો છે.

આમ તો સારી સુવિધા માટે હંમેશા વધારે પૈસા ખર્ચ કરવાની જરુર નથી હોતી, ઘણી વાર કોઈ ચીજ પુછવા અથવા જાણવાથી આપને સસ્તામાં સારી વસ્તુ મળી જાય છે. આમ તો તેના માટે એડવાઈઝ એ છે કે, સસ્તાના ચક્કરમાં સુરક્ષા સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. એક પૂર્વ સીઆઈએ અને એફબીઆઈ એજન્ટે તેને લઈને અમુક ટિપ્સ આપી છે. જે આપની સુરક્ષામાં વધારો કરી શકે છે

.

હંમેશા ત્રીજા અને છઠ્ઠા માળ પર રુમ બુક કરો

ટ્રેસી વેલ્ડર નામની પૂર્વ એજન્ટે જણાવ્યું છે કે, તે જ્યારે પણ હોટલમાં રોકાય છે, તો તેની કોશિશ હોય છે કે તે રુમ ત્રીજાથી છઠ્ઠા માળની વચ્ચે રાખે છે. તેની પાછળ સુરક્ષાનું કારણ હોય છે. તેમણે જણાવ્યું છે કે, આ એવા રુમ છે, જે મેન ફ્લોર અને ઈમરજન્સી એક્સેસની નજીક હોય છે. કેમ કે ગ્રાઉન્ડ ફ્લોર પર નથી, તેથી ચોર લુંટારાનો ખતરો ઓછો રહે છે. જો આપ નીચેના ફ્લોર પર રહો છો તો અહીં રુમની અંદર ચોર આવવાની શંકા વધી જાય છે. જો આપ વધારે ઊંચાઈ પર છો, તો કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં ભાગવામાં તકલીફ થશે. જ્યારે ત્રીજાથી છઠ્ઠા ફ્લોર પર આપ સીડીઓથી આવી શકો છો.


આ વાતોનું પણ ધ્યાન રાખો

વેલ્ડરનું કહેવું છે કે, આ ઉપરાંત તે રુમની અંદર જતી વખતે લોક અને બોલ્ટ બંને સારી રીતે બંધ કરે છે. તેમનું માનવું છે કે, જ્યાં આપ ટ્રાવેલ કરી રહ્યા છો, તેના વિશે વધારેમાં વધારે જાણકારી લેવી જરુરી હોય છે. બાળકોના ટ્રેકિંગ ડિવાઈસ પહેરાવીને રાખો, જ્યારે લગેજ પર એરટેગ લગાવવાથી લોકેશનની ખબર પડે છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રાઈવેટ રેંટલ્સથી બચવું જોઈએ, કેમ કે તે ખૂબ જ રિસ્કી હોય છે. આપને ખબર નથી હોતી કે, આપ કોના ઘરમાં રોકાઈ રહ્યા છો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles