fbpx
Friday, November 22, 2024

હીરો ઈલેક્ટ્રીકે રજૂ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Hero Eddy, જાણો ફીચર્સ અને કિંમત

હીરોએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Hero Eddy ભારતમાં લોન્ચ કર્યું છે. આ સ્કૂટર ખાસ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ ઓછા અંતરની મુસાફરી કરે છે.

હીરોએ આ સ્કૂટરને શાનદાર લુક અને સાત શ્રેષ્ઠ ફીચર્સ સાથે રજૂ કર્યું છે. ભારતમાં આ ડાયમંડ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 72,000 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ સ્કૂટરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં અને ઓછી સ્પીડનું વાહન હોવાને કારણે તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી.

આ સ્કૂટરને હીરો ઈલેક્ટ્રીકની સત્તાવાર વેબસાઈટ પર જઈને બુક કરાવી શકાય છે, જોકે 31 માર્ચ સુધી બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. હીરો ઈલેક્ટ્રીકે તેનું નવું ઈલેક્ટ્રીક સ્કૂટર હીરો AD પીળા અને આછા વાદળી જેવા રંગ વિકલ્પોમાં રજૂ કર્યું છે.

આ સ્કૂટરનો ફ્રન્ટ લુક Ola S1 સિરીઝના ઈ-સ્કૂટર જેવો છે. હીરો ઈલેક્ટ્રિક એડી ઈ-સ્કૂટરના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ફાઈન્ડ માય બાઇક, ઇલેક્ટ્રિક લોકિંગ સિસ્ટમ, રિવર્સ મોડ, ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ, યુએસબી ચાર્જિંગ પોર્ટ છે. ઇલેક્ટ્રિક સ્કૂટર 12-ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ છે.

આમાં અન્ય સ્કૂટર્સ કરતાં વધુ બૂટ સ્પેસ આપવામાં આવી છે. તેમાં 250W DC મોટર છે, સાથે જ આ ઇલેક્ટ્રિક સ્કૂટર 51.2V/30Ah બેટરી છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. કંપનીનો દાવો છે કે એકવાર તેને ફુલ ચાર્જ કર્યા બાદ તે 85 કિમી સુધીનું અંતર કાપી શકશે. ફુલ ચાર્જ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles