fbpx
Monday, October 7, 2024

શશિ કપૂરને પહેલી નજરમાં જ જેનિફર સાથે પ્રેમ થઈ ગયો, આ રીતે શરૂ થઈ પ્રેમ કહાની

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શશિ કપૂરનો આજે જન્મદિવસ છે. તેમની ફિલ્મો અને ગીતો આજે પણ ચાહકોના હોઠ પર છે. શશિનો જન્મ 18 માર્ચ 1938ના રોજ બોલિવૂડના સૌથી પ્રખ્યાત પરિવાર એવા કપૂર પરિવારમાં થયો હતો.

તેમના પિતા પૃથ્વીરાજ કપૂર પોતે ફિલ્મી દુનિયાના લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યા છે. આ જ કારણ છે કે અભિનય શશીના લોહીમાં હતો. શશિની સાથે તેના બંને ભાઈઓ પણ અભિનેતા રહી ચૂક્યા છે. જેમના નામ શમ્મી કપૂર અને રાજ કપૂર છે.

ફિલ્મોની સાથે સાથે શશિ કપૂર પોતાની લવ લાઈફ માટે પણ હેડલાઈન્સમાં આવ્યા છે. એ સમયગાળો શશીના જીવનનો સૌથી સુંદર તબક્કો હતો. જ્યારે તે તેના પ્રેમને મળ્યો. જ્યારે શશિ તેના પિતાના થિયેટરમાં કામ કરતા હતા, ત્યારે તેને ગોડફ્રે કેન્ડલના થિયેટર ગ્રુપ ‘શેક્સપિયરના’માં કામ કરવાની તક મળી. આ કારણે તે ગોડફ્રેની પુત્રી જેનિફરને મળ્યો. બંનેએ અનેક નાટકોમાં સાથે કામ કર્યું હતું. ઘણો સમય સાથે વિતાવ્યા બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પછી જલ્દી જ બંનેએ લગ્ન કરી લીધા. જેનિફર શશિ કરતા 5 વર્ષ મોટી હતી. લગ્નના થોડા વર્ષો પછી 1984માં જેનિફરનું અચાનક અવસાન થયું. જે બાદ શશિ કપૂર સંપૂર્ણપણે તૂટી ગયા હતા. બંનેને 3 બાળકો પણ છે. જેમના નામ કુણાલ, કરણ અને સંજના છે.

શશિ કપૂર અને અમિતાભ બચ્ચનની જોડી એ જમાનામાં ઘણી ફેમસ હતી.બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી હતી. જેમાં ‘દીવાર’, ‘નમક હલાલ’, ‘કભી કભી’, ‘સિલસિલા’, ‘સુહાગ’, ‘ત્રિશૂલ’, ‘દો ઔર દો પાંચ’, ‘શાન’, ‘કાલા પથ્થર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 4 ડિસેમ્બર, 2017 ના રોજ બોલિવૂડના આ શ્રેષ્ઠ અભિનેતાએ દુનિયાને અલવિદા કહ્યું.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles