સમાજમાં આ રીતે જ લોકોનો સહકાર મળે છે.
એક વ્યક્તિ પહેલીવાર રાજધાની ટ્રેનમાં ચડ્યો.
તેણે સહ-પ્રવાસીઓને પૂછ્યું : ભરૂચ ક્યારે આવશે? મારે ભરૂચ ઉતરવું છે.
સહ-પ્રવાસીઓએ કહ્યું : ભાઈ, આ રાજધાની ટ્રેન છે.
ભરૂચમાંથી પસાર થશે પણ ઉભી રહેશે નહીં.
વ્યક્તિ ગભરાઈ ગયો.
સહ-પ્રવાસીઓ સમજાવ્યું : ગભરાશો નહીં. ભરૂચમાં આ ટ્રેન દરરોજ ધીમી પડે છે.
તમે એક કામ કરો,
ભરૂચમાં ટ્રેન ધીમી પડતાં જ તમે ચાલતા પ્લેટફોર્મ પર ઉતરી જાવ
અને પછી જે દિશામાં ટ્રેન જઈ રહી છે તે દિશામાં દોડતા રહો,
થોડાં અંતર સુધી રોકાયા વિના. તમે પડશો નહીં
ભરૂચ આવતા પહેલા સહ-યાત્રીઓએ તેને ગેટ પર ઉભો કર્યો.
ભરૂચ આવતાની સાથે જ તે પ્લેટફોર્મ પર કૂદી પડ્યો અને થોડો ઝડપથી દોડ્યો.
દોડતા દોડતા તે આગલા કોચ સુધી પહોંચી ગયો.
તે કોચના મુસાફરોમાંથી કોઈએ તેનો હાથ પકડ્યો,
કોઈએ તેનો શર્ટ પકડી લીધો અને તેને ટ્રેનમાં ચઢવા માટે ખેંચ્યો. ટ્રેને ફરી સ્પીડ પકડી.
સહ-પ્રવાસીઓ તેને કહેવા લાગ્યા : ભાઈ, તમે નસીબદાર છો,
તમને આ ટ્રેન મળી છે. આ એક રાજધાની ટ્રેન છે, તે ભરૂચમાં રોકાતી નથી.
😅😝😂😜🤣🤪
કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે,
કી ખયાલ તો દિમાગ મેં આના ચાહીએ,
તો દિલ મેં કયું આતા હે?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)