fbpx
Friday, September 6, 2024

તારીખ 16 જુલાઈ 2024, મંગળવાર, આજનું રાશિફળ

મેષ : તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. કોઈ નજીક ના મિત્રો થી અમુક વેપારીઓ ને સારું ધન લાભ થવા ની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓ ને દૂર કરી શકે છે. પરિવાર,બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી, તો તમે પરેશાન થશો. આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

વૃષભ : ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલત માં આજે પૈસા પાછા આપવા પડી શકે છે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે, તેના થી તમારા પરિવાર માં ખુશી પણ મળશે અને તમે તાજગી નો અનુભવ કરશો. લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે, તમે તેમાંની કેટલીક આજે અનુભવશો.

મિથુન : તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો- તો બાળકો સાથે વધુ સમય વિતાવો-તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે-લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. આજ ના સમય માં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.

કર્ક : ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. જો તમે ઘર થી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકો થી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે. મિત્રો સાથે સાંજ અથવા શૉપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો. તમારું વ્યક્તિત્વ લોકો કરતા થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવા નું પસંદ કરો છો. આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસ ની કોઈપણ સમસ્યા તમને પરેશાન કરશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

સિંહ : ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. મિત્રો તમારા પર વખણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરૂં કરી શક્યા છો. જેઓ ઘર ની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી, સાંજે ઉદ્યાન માં અથવા એકાંત સ્થળે સમય વિતાવવા નું પસંદ કરશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

કન્યા : સ્વાસ્થ્ય સારૂં રહેશે. ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ આજ ના દિવસ માટે સારી નથી તેથી આજ ના દિવસે તમારે તમારા ધન ની ખાસ શુક્રક્ષ રાખવી જોઈએ। પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. ઓફિસ માં આજ તમારે સ્થિતિ ને સમજી ને વર્તન કરવું જોઈએ। જો બોલવા નું જરૂરી ના હોય તો શાંત રહો, કોઈપણ વાત બળપૂર્વક બોલી ને તમે પોતાની જાત ને મુશ્કેલી માં મૂકી શકો છો. આજે આ રાશિ ના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

તુલા : તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. આજે તમારે તમારા તે સંબંધીઓ ને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું। પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે-પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. આજે ખાલી સમય નું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જુના મિત્રો ને મળવા નું પ્લાન બનાવી શકો છો। આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે.

વૃશ્ચિક : કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

ધન : તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. તમારો દૃઢ સંકલ્પ સાકાર થશે કેમ કે તમે તમારૂં ધ્યેય સિદ્ધ કરશો. તમે સપનાં સાકાર થતાં જોશો. આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે.

મકર : તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકો ને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધન ની બચત કરવી જોઈએ। મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. આજે તમે તમારા કોઈ વાયદા ને પૂરો નહિ કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થયી શકે છે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો.

કુંભ : કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવા ની પુરી શક્યતા છે. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

મીન : ધ્યાન રાહત લાવશે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમારી આસપાસ મહત્વના લોકોને તમે તમારા મંતવ્યો જણાવશો તો તેનાથી તમને લાભ થશે-તમારા સમર્પણ અને ઈમાનદારી માટે તમારી સરાહના થવાની શક્યતા છે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles