એક માણસ પોસ્ટ ઓફિસમાં તાર કરવા ગયો.
તે પેન ઘેર જ ભૂલી ગયેલો
એટલે ટેબલ પરથી પેન લઈને ફોર્મ ભરવા લાગ્યો,
પણ પેન ચાલતી નહોતી.
એટલે બાજુના ટેબલ પર ટપાલો પર
સિક્કા મારતા કર્મચારીને પૂછ્યું : ‘કેમ, ભાઈ !
આ પેન બાબા આદમના જમાનાની છે ?’
પુછપરછની બારી બાજુના ટેબલ પર છે, કર્મચારીએ
નીચું જોતાં-જોતાં સિક્કા મારતાં-મારતાં જ કહ્યું.
😅😝😂😜🤣🤪
ઘણા દિવસથી ભૂખ્યા યુવાનને
બે સૂકી ર્રોટલી આપતા મકાન માલિકે કહ્યું :
‘આ ખાઈને મારાં લાકડાં ચીરી આપજે.’
રોટલી લઈને યુવાન પાછળ
જ્યાં લાકડાનો ઢગલો હતો ત્યાં ગયો અને
થોડીવારમાં જ પાછો આવીને
રોટલીની એક કોર તોડી મકાનમાલિક પાસે ગયો,
સાહેબ ! આપને વાંધો ન હોય તો હું લાકડાં
ખાઈ લઉ અને આપની રોટલી ચીરી આપું ?’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)