કોઈપણ શાકભાજીનો સ્વાદ કોથમીર વગર અધૂરો લાગે છે. તમે શાકભાજી અને સલાડમાં ઉપરથી કોથમીર ગાર્નિશિંગ કરતા હશો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે શાકભાજી અને સલાડમાં કોથમીર ઉમેરવામાં આવે છે? ખૂબ સામાન્ય વાત છે કે, શાકમાં સમારેલી કોથમીર ઉમેરવાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કેલ્શિયમ સહિત અનેક પોષક તત્વો હોય છે. તો ચાલો વાત કરીએ આજે, કોથમીરના ફાયદ વિશે…
કોથમીરનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે. તેના સેવનથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ સલાડ સાથે કોથમીરનું ખાવું જોઈએ.
દિમાગને તેજ કરશે
કોથમીરનું સેવન કરવાથી બ્રેઇન ફંકશન મજબૂત બનશે. તેનું સેવન કરવાથી દિમાગ તેજ થાય છે. તે અલ્ઝાઈમર રોગ માટે ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે.
ઇમ્યુનિટી વધારશે
કોથમીરમાં વિટામિન A, વિટામિન C, વિટામિન K સહિત અનેક મિલરલ્સ હાજર હોય છે. કોથમીરના પાંદડા ખાવાથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય છે, જેનાથી તમે કેટલાક ઇન્ફેકશન અને રોગોથી બચી શકો છો.
પાચનતંત્ર મજબૂત થશે
ધાણાના પાન પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે કોથમીરનું સેવન સલાડ અથવા શાકભાજી સાથે કરી શકો છો. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કોથમીરને ચટણી સાથે મિક્સ કરીને પણ ખાવામાં આવે છે.
ગુડ કોલેસ્ટ્રોલ વધારશે
કોથમીર આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. શાકભાજી અને સલાડનું નિયમિત રીતે સેવન કરવાથી બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)