ચણા એવું કઠોળ છે જે શરીરની શક્તિ વધારે છે. ચણામાં પ્રોટીન, ફાઈબર, મેંગનીઝ, ફોલેટ, કેલ્શિયમ, આયરન સહિતના પોષકતત્વો હોય છે. ચણાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. જેમકે શેકેલા ચણા ખાઈ શકાય છે. બાફેલા ચણા, પલાળેલા ચણા, ફણગાવેલા ચણા વગેરે. ચણાનો ઉપયોગ કોઈપણ રીતે કરો તે શરીરને લાભ કરે છે. ચણાથી શરીરને કેવા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.
કબજિયાત મટે છે
પેટની સૌથી ગંભીર સમસ્યા છે કબજિયાત. તેવામાં ચણા ખાવાથી ફાયદો થાય છે. ચણાનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. પાચન સંબંધિત સમસ્યા હોય તેણે ડાયટમાં ચણાનો સમાવેશ કરવો જોઈએ.
હાર્ટને રાખે છે હેલ્ધી
ચણા ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે. ચણા મેંગનીઝ, ફોસ્ફોરસ, ફોલેટથી ભરપુર હોય છે. તેનાથી બ્લડ સર્કુલેશન સુધરે છે અને હાર્ટની હેલ્થ સારી રહે છે.
બ્લડ પ્રેશર કરે છે કંટ્રોલ
ચણામાં ફેટ અને કેલેરી ઓછી હોય છે અને પ્રોટીન તેમજ ફાઈબર વધારે. ચણા ખાવાથી રક્ત વાહિકા રિલેક્સ થાય છે અને સ્ટ્રેસ ઘટે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક
ડાયાબિટીસ હોય તેમના માટે શેકેલા ચણા લાભકારી છે. શેકેલા ચણાનો ગ્લાયસેમિક ઈંડક્સ ઓછો હોય છે જે ડાયાબિટીસના દર્દીને લાભ કરે છે.
વજન ઘટાડે છે
જો તમે વજન ઘટાડવા માંગો છો તો ડાયટમાં ચણાનો સમાવેશ કરો. સવારે નાસ્તામાં ચણા ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને વારંવાર ભુખ લાગતી નથી. તેનાથી પાચનશક્તિ પણ સુધરે છે.