મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા કે કોફી સાથે કરે છે. પરંતુ આ કેટલું યોગ્ય છે તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. બ્રેકફાસ્ટ ક્યારેય મિસ ન કરવો જોઈએ કારણ કે તેમાં તમને દિવસભરની એનર્જી મળી જાય છે. ઘણા લોકોનો તો બ્રેકફાસ્ટ જ ચા કે કોફી હોય છે. તેના સિવાય તે કંઈ જ બીજુ નથી ખાતા. પરંતુ તે શરીર માટે નુકસાનકારક છે. જાણો ખાલી પેટે કઈ ડ્રિંક્સ ન પીવી જોઈએ.
ખાલી પેટે ન પીવો આ ડ્રિંક્સ
કોફી
જો તમે ખાલી પેટે કોફીનું સેવન કરો છો તો આજથી જ બંધ કરી દો. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સવારે ખાલી પેટે કોફી પીવાથી પેટમાં એસિડનું પ્રોડક્શન વધી જાય છે. તેના ઉપરાંત તે તમારા પાચન તંત્રને પણ ડિસ્ટર્બ કરે છે અને તમે ડિહાઈડ્રેશનનો પણ શિકાર થાવ છો કોફી રોજ તમારા કેફીન ઈનટેકને પણ વધારે છે.
ચા
કોફીની જેમ ચા પણ ખાલી પેટે નુકસાનકારક છે. ચા પણ તમારા પેટના એસિડ પ્રોડક્શનને વધારે છે. જેનાથી તમને ઘણી પેટ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. ચા તમારી બોડીમાં ન્યૂટ્રિએન્ટ્સને એબ્ઝોર્બ નથી થવા દેતી. માટે ખાલી પેટે ચા પીવાની લતને ધીરે ધીરે ઓછી કરો.
ફળના જ્યૂસ
ફળોનો જ્યૂસ પીવો તો ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. નાસ્તામાં કોઈ પણ ફળનો જ્યૂસ હોય તો તેનાથી સારી વાત શું હોઈ શકે. જોકે ફળોના જ્યૂસને પણ ખાલી પેટે ન પીવા જોઈએ. ખાલી પેટે તેને પીવાથી બ્લડ શુગર વધે છે અને જો તમે પેકેટ વાળા જ્યૂસ પી રહ્યા છો તો તે વધારે ખતરનાક છે. કારણ કે તેમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે.
કોઈ પણ ખાંડ વાળી ડ્રિંડ
ખાલી પેટે કોઈ પણ ખાંડ વાળી ડ્રિંક ન પીવો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ખાલી પેટે કોઈ પણ એવી ડ્રિંક ન પીવી જોઈએ જેમાં ખાંડ હોય. આ તમારૂ બ્લડ શુગર લેવલ વધારે છે અને તેના ઉપરાંત તે રોજ તમારા શુગર ઈનટેકને પણ વધારે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)