પસ્તીવાળો: સાહેબ,
પેપર-પસ્તી હોય તો આલો…
સાહેબ: મેડમ પિયર ગયા છે…
હમણાં કાઈ નથી, પછી આવજે…
પસ્તીવાળો: તો સાહેબ,
ખાલી બોટલો હોય તો આલો
😅😝😂😜🤣🤪
પતિ ઓફીસેથી ધરે પાછો ફર્યો તો ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો.
જેમાં વેકેશનમાં પિયર જતી પત્નિએ લખેલી સુચનાઓ સુચનાઓ હતી…
હું છ સાત દિવસો માટે મારી મમ્મીને ધરે છોકરાઓ સાથે જાઉં છું,
આ નિચે લખેલી સુચનાઓ માત્ર સુચનઓ જ નહી વોર્નિંગ પણ સમજવી.
૧) મારી ગેરહાજરીમાં મિત્રોને ધરે ભેગા કરવા નહીં.
ગયે વખતે બેખાલી બોટલો માળિયામાંથી મળી હતી અને
સોફા નિચેથી ચાર લાર્જ સાઇઝ પીઝાનું બીલ મારા હાથમાં આવ્યું હતું…
૨) બાથરૂમમાં ગયા બખતની જેમ શોપ કેઇસમાં મોબાઇલ ભુલી ના જતાં.
કોઇને બાથરૂમમાં મોબાઇલની શું જરૂર પડે તેજ સમજાતું નથી.?
૩) તમારા ચશ્મા બોક્સમાં સાચવીને રાખજો. ગયા વખતે તે રેફ્રરીઝેટરમાંથી મળ્યા હતા.
૪) કામવાળીને પગાર આપી દીધો છે… તમારે વધારે અમીરાત બતાવવાની જરૂરત નથી.
૫) સવાર સવારમાં પડોશીને એમ કહીને ખલેલ પહોંચાડતા નહીં
“અમારે આજે છાપુ નથી આવ્યું તમારે આવ્યુ“ ?
આપણો અને તેમનો છાપા વાળો જુદા છે. અને હા આપણો ધોબી અને દુધવાળો પણ જુદા છે.
૬) તમારા નિકર અને ગંજી કબાટની ડાબી બાજુએ છે, જમણી બાજુએ છોકરાઓના છે…
ગઈ વખતની જેમ કહેતા નહી કે કામ કરતી વખતે હું અનકમ્ફર્ટ અનુભવતો હતો…
૭) તમારા બધાજ મેડીકલ રીપોર્ટ આપણે ગયા અઠવાડીયે કરાવી લીધા છે અને બધાજ નોર્મલ છે
એટલે વારે વારે તબિયતને બહાને યંગ લેડી ડોકટર પાસે દોડ્યા ના જતાં.
૮) મારી બહેન અને ભાભીનો જન્મદિવસ ગયા મહીને આપણે ઉજવી લીધો છે.
એટલે તે બહાને ગમે ત્યારે તેમના ધરે જઈને ડીસ્ટર્બ કરતાં નહીં.
૯) મેં દસ દિવસ માટે વાઇ-ફાઇ બંધ કરી દીધું છે એટલે નિરાંતે સુજો…
૧૦) મારા પિયર જવાથી મનમાં ને મનમાં ખુશ થઈને રાજી થવાની જરૂરત નથી.
કેમ કે આપણા પડોસીઓ મીસીસ ખન્ના, મીસીસ અવસ્થી, મીસીસ અંસારી, મીસીસ ત્રીવેદી,
મીસીસ કુલકર્ણી, મીસીસ રસ્તોગી અને મીસીસ ચેટરજી બધાજ આ સમય દરમ્યાન બહારગામ છે.
૧૧) અને હા ઓલી પાડોસી ચુડેલ પ્રીયાને ત્યા ખાંડ, કોફી કે દુધને બહાને વારે વારે જતાં નહી…
મે બધોજ સ્ટોક રસોડામાં પહેલેથીજ ભરી લીધો છે.
૧૨) અને છેલ્લે જરાપણ વધારે પડતી હોશિયારી કરવાની કોશીશ કરતાં નહીં…
હું ગમે ત્યારે તમને જાણ કર્યા સિવાય પાછી આવી જઈ શકુ છું… હેપી વેકેશન…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)