fbpx
Sunday, November 24, 2024

જેના ઘરમાં આ વસ્તુઓ હોય છે તેમને ક્યારેય ગરીબી અને દુ:ખનો સામનો કરવો પડતો નથી

વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં એવી કેટલીક શુભ વસ્તુઓ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય વધે છે. આ વસ્તુઓ જે ઘરમાં હોય છે ત્યાં દુ:ખ અને ગરીબી ટકતા નથી. આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે છે.

સ્વસ્તિક

ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા કંકુથી સ્વસ્તિક કરવું જોઈએ. આ સિવાય શુભ દિવસ હોય ત્યારે ચાંદીનું સ્વસ્તિક પ્રવેશ દ્વાર પર ઉંબર પર વચ્ચે લગાવો.

ધાતુનો કાચબો

વાસ્તુ અને ફેંગશુઈમાં ધાતુના કાચબાને શુભ માનવામાં આવે છે. પીત્તળ કે સોના ચાંદીથી બનેલા કાચબાને ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ.

શ્રીયંત્ર

શ્રીયંત્ર લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ છે. તેને સ્થાપિત કરી નિયમિત તેની પૂજા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.

ગોમતી ચક્ર

શુક્રવારના દિવસે ઘરમાં શુભ મુહૂર્તમાં 11 ગોમતી ચક્ર લાવો અને લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ પૂજા કરવી અને પૂજા કર્યા પછી આ ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો.

શંખ

શુક્રવારના દિવસે વિધિ-વિધાનથી પૂજા કરી અને ઘરમાં દક્ષિણાવર્તી શંખ પધરાવો. ત્યારબાદ રોજ તેની પૂજા કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles