ગાડી ચલાવતી વખતે જો કોઈ નાનુ છોકરૂ સામે આવી જાય,
તો ગાડી રોકી લ્યો.
પણ જો એ શક્ય ના હોય, તો ગાડી છોકરાની પાછળથી
કાઢવાની કોશીશ કરો.
કારણ કે, બાળક હંમેશા આગળ જ દોડશે,
એવી જ રીતે જો કોઈ વૃધ્ધ સામે આવી જાય,
તો ગાડી આગળની તરફ થી કાઢો. કારણ કે,
વૃધ્ધ નોર્મલી પાછળ હટશે,
જો કોઈ યુવાન પુરૂષ ગાડી ની સામે આવી જાય,
તો ગાડી ધીમી કરી લ્યો.
કારણ કે, તે સ્ફુર્તિથી આગળ પાછળ સ્ટેન્ડ લઈ શકે છે.
પણ જો ભગવાન ના કરે ને ભુલે ચુકે કોઈ મહીલા ગાડી સામે
આવી જાય. તો ગાડી ગમે તેમ કરી ને રોકી લ્યો.
ના રોકાય તો ડીવાઈડર હાયરે ભટકાડી દયો,
કારણ કે, આ ઈશ્ર્વરની અદભુત રચના કઈ બાજુ જાહે
એ કાઈ નકકી નહી ને જો ભટકાણી તો રોડ ઉપર
એના ભાયુ બોવ હોય, અને ઇ તમારા ભુક્કા બોલાવી દેહે.
😅😝😂😜🤣🤪
ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ…
છગન માર્કેટમાં ઍક્ટિવા પર બેઠો બેઠો મોબાઈલ
મંતરતો હતો.
એક સજ્જન ભાઈ આવ્યા અને
છગનના ખભે ખુબ પ્રેમથી હાથ મુકીને પુછયું :
“તારુ નામ શું છે બેટા…?”
“છગન…”
“સરસ… તારા પિતાજીનું…?”
“મગન…”
પછી… એ સજ્જન વ્યક્તિએ છગનને પ્રેમપુર્વક કહ્યું :
“આ મગનનું ઍક્ટિવા નથી… બેટા ઉતરી જા…!”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)