એક મહિલા બળદને ઘી ચોપડેલી રોટલી ખવડાવી
રહી હતી.
ત્યાં ઊભેલા સજ્જનને શંકા ગઈ કે
કદાચ સ્ત્રી બળદને ગાય માની રહી છે…
સજ્જન: બહેન, આ બળદ છે, ગાય નથી,
તમે તેને રોટલી ખવડાવો છો, પણ તે રોજ
ગામના ત્રણ-ચાર લોકોને તેના શિંગડા વડે મારે છે
અને હાડકાં ભાંગે છે…
સ્ત્રીઃ ભાઈ, મને ખબર છે કે તે બળદ છે.
મારા પતિ ઓર્થોપેડિક ડોક્ટર છે અને
તેમની હોસ્પિટલ આ બળદના કારણે જ ચાલે છે.
😅😝😂😜🤣🤪
ગ્રાહક – લાગે છે તમારી હોટલમાં સફાઈ
ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે.
મેનેજર (ખુશ) – આભાર!
તમને એવું શું લાગ્યું?
ગ્રાહક – એવું ત્યારે લાગ્યું
જયારે હું હોટેલમાં દાખલ થયો કે
તરત જ કોઈએ મારા ખિસ્સા સાફ કર્યા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)