fbpx
Sunday, November 24, 2024

ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ટોપ 5 ભારતીય બેટ્સમેન, વિરાટ કોહલી આ નંબરે પહોંચ્યો

કોઈ પણ બેટ્સમેન માટે શૂન્ય પર આઉટ થવુ એ ખૂબ જ શરમજનક બાબત છે. પરંતુ ઘણી વખત બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરે છે. જો આપણે ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા બેટ્સમેન વિશે વાત કરીએ તો આ યાદીમાં પહેલું નામ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું છે.

સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં 400 થી વધુ ODI મેચ રમી હતી. આ દરમિયાન તે ઘણી વખત શૂન્ય પર આઉટ પણ થયો હતો. આજે અમે તમને એવા ટોપ-5 ભારતીય ક્રિકેટરો વિશે જણાવી રહ્યા છીએ જેઓ વનડેમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયા છે.

સચિન તેંડુલકર

આ યાદીમાં સચિન તેંડુલકર નંબર વન છે, જેણે પોતાની કારકિર્દીમાં 463 ODI મેચ રમી હતી. આ દરમિયાન તે 20 વખત શૂન્ય પર આઉટ થયો હતો.

યુવરાજ સિંહ

આ યાદીમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ બીજા સ્થાને છે. યુવરાજ સિંહે પોતાની કારકિર્દીમાં 304 ODI મેચ રમી હતી. આ દરમિયાન તે 18 વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.

સૌરવ ગાંગુલી

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેમણે પોતાની કારકિર્દીમાં 311 ODI મેચ રમી હતી અને ખાતું ખોલ્યા વિના 16 વખત આઉટ થયો હતો.

વિરાટ કોહલી

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 259 ODI મેચ રમી છે, જેમાં તે 15 વખત શૂન્ય પર આઉટ થયો છે.

સુરેશ રૈના અને વિરેન્દ્ર સેહવાગ

આ યાદીમાં સુરેશ રૈના અને વીરેન્દ્ર સેહવાગ સંયુક્ત રીતે પાંચમા ક્રમે છે. આ બંને બેટ્સમેનો વનડેમાં 14-14 વખત ડક આઉટ થયા છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles