ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન ટેસ્ટ: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં કાંગારૂ ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 79 રને જીતી હતી.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા.
મેચ દરમિયાન લંચ બ્રેક હતો અને મિશેલ સ્ટાર્ક સીધો સ્ટેડિયમમાં હાજર તેના નાના ચાહકો પાસે ગયો. આ દરમિયાન મિચેલ સ્ટાર્કે ચાહકોને આપેલું વચન પૂરું કર્યું. મિશેલ સ્ટાર્કે તેના નાના ચાહકને શૂઝ ભેટમાં આપ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શૂઝ ગિફ્ટ કર્યા બાદ મિશેલ સ્ટાર્કે તેના નાના ફેન સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી.
Mitchell Starc gifted his boots to a young cricket fan.
— Johns. (@CricCrazyJohns) December 29, 2023
– Starc promised the young kid he would gift it during lunch break if Australia takes all 10 wickets today. 👏pic.twitter.com/Sddaufm1BF
સ્ટાર્કે મેચમાં શાનદાર બોલિંગ કરી હતી
મિચેલ સ્ટાર્કે બીજી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. જો કે સ્ટાર્કને પ્રથમ દાવમાં કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ બીજી ઈનિંગમાં સ્ટાર્કે 4 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં સ્ટાર્કે 13.2 ઓવર નાંખી અને આ દરમિયાન તેણે 55 રન ખર્ચ્યા. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં પાકિસ્તાનને 237 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને જીતવા માટે 316 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 262 રન બનાવ્યા હતા. જે બાદ કાંગારૂ ટીમને 316 રનની લીડ મળી હતી.
બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ પોતાનું જોરદાર પ્રદર્શન કર્યું હતું
મેલબોર્ન ટેસ્ટમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ બીજી મેચની બંને ઇનિંગ્સમાં કુલ 20 વિકેટ ઝડપી હતી. ટીમના કેપ્ટન પેટ કમિન્સે બીજી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. પેટ કમિન્સે પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં પણ 5 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં કમિન્સે બંને ઇનિંગ્સમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનના કારણે પેટ કમિન્સને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.