વર્ષ 2023: વર્લ્ડ કપ 2023માં હાર છતાં ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે સારું પ્રદર્શન કર્યું. ટીમે ટેસ્ટ, ODI અને T20 સહિત 65માંથી 45 મેચ જીતી અને 16માં હારનો સામનો કરવો પડ્યો.
2 મેચ ડ્રો રહી હતી અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ 2023ને કારણે ખેલાડીઓએ 50 ઓવરના ક્રિકેટ પર વધુ ધ્યાન આપ્યું હતું. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને કારણે ટેસ્ટ ક્રિકેટ પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું.
જ્યારે વર્ષ 2023ના અંત પહેલા ખેલાડીઓની મેચ ફીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આ વર્ષે વિરાટ કોહલી, રોહિત શર્મા નહીં પરંતુ યુવા શુભમન ગીલે સૌથી વધુ મેચ ફીની કમાણી કરી છે.
આ નવાઈની વાત છે પણ ગિલ પણ આવું જ કર્યું છે. તે ત્રણેય ફોર્મેટમાં ખેલાડી બની ગયો છે અને તેણે પ્રાથમિક રીતે ટીમના પ્લેઇંગ 11માં ફિટ થવાનું શરૂ કર્યું છે. તેણે આ વર્ષે કુલ 47 મેચ રમી, જેમાં તેણે 2126 રન બનાવ્યા. જેમાંથી વનડેમાં 1584 રન બનાવ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે, ગિલે આ 47 મેચોમાં મેચ ફી તરીકે 2 કરોડ 88 લાખ રૂપિયાની કમાણી કરી હતી. રોહિત અને વિરાટ કરતાં વધુ કમાણીનું સીધું કારણ એ છે કે ગિલ આ મહાન ખેલાડીઓ કરતાં વધુ મેચ રમ્યો છે.
ભારતીય ખેલાડીઓને દરેક ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને T20 માટે 3 લાખ રૂપિયા મળે છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ વર્ષે 7-7 ટેસ્ટ અને 27-27 વનડે રમી હતી.
આ બંનેએ આ વર્ષે એકપણ ટી20 મેચ રમી નથી. જેના કારણે બંનેની મેચ ફી 2 કરોડ 67 લાખ રૂપિયા હતી. જ્યારે શુભમન ગીલે 5 ટેસ્ટ, 29 વનડે અને 13 ટી20 મેચ રમી છે.
શુભમન ગિલ- 2 કરોડ 88 લાખ
વિરાટ કોહલી- 2 કરોડ 67 લાખ
રોહિત શર્મા- 2 કરોડ 67 લાખ