એક દિવસ રામલાલ રસ્તાની બાજુમાં બેસીને પથ્થરો તોડી
રહ્યો હતો.
અને પછી અચાનક જ તે હવામાં 2-3 ફૂટ ઉંચો ઉછળ્યો અને
પછી તેણે 5-7 વાર ગુલાંટ ખાધી.
તે પછી જમીન પર આળોટીને નાગિન ડાન્સ કરતા કરતા
જોરથી મોં માંથી સતત વિચિત્ર અવાજો કરવા લાગ્યો.
ત્યાં થોડે દૂર ઊભેલો એક માણસ આ આખું દ્રશ્ય જોઈને
ખૂબ ખુશ થઈ રહ્યો હતો.
તે માણસને રામલાલનું આ પરાક્રમ એટલું ગમી ગયું કે
તેણે તેને પાંચસો રૂપિયા આપ્યા અને
તેને એકવખત ફરી એવું જ કરવાનું કહ્યું,
જેથી તે તેના મોબાઈલ ફોનથી તેનો વીડિયો બનાવી શકે.
રામલાલે કહ્યું : નાલાયક,
500 શું 5000 આપશે તો પણ હું મારી આંગળી પર હથોડો
નહીં મારું, અહીં મારો જીવ અધ્ધર થઇ ગયો હતો, અને
તને વિડીયો બનાવવાની પડી છે.
😅😝😂😜😂😜
એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે
વિદ્યાર્થીએ નજીકમાં ઉભેલા ચોકીદારને પૂછ્યું,
આ કોલેજ કેવી છે?
ચોકીદાર : બહુ સરસ છે,
મેં પણ અહીંથી જ એન્જિનિયરિંગ કર્યું છે.
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)