India vs Australia 3rd T20I હાઇલાઇટ્સ: ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20I મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોલરો 222 રન બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ઘણો મોંઘો પડ્યો હતો.
પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની ચાર ઓવરમાં 68 રન આપ્યા હતા. ભારતની હારનું મુખ્ય કારણ પ્રસિદ્ધ કૃષ્ણની સામાન્ય બોલિંગ હતી.
ઈશાન કિશને કરી મોટી ભૂલઃ ભારતીય ટીમનો વિકેટકીપર ઈશાન કિશન ત્રીજી T20 મેચમાં બેટથી ફ્લોપ રહ્યો હતો. બેટથી ફ્લોપ રહેલો ઈશાન કિશન વિકેટની પાછળ પણ સામાન્ય દેખાતો હતો. ઈશાન કિશને વિકેટકીપિંગ દરમિયાન એક મોટી ભૂલ કરી, જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. ઈશાન કિશને અક્ષર પટેલની ઓવરમાં સ્ટમ્પિંગની અપીલ કરી અને અહીંથી મેચ બદલાઈ ગઈ.
નો બોલે રમત બદલી: અક્ષર પટેલ 19મી ઓવર નાખવા આવ્યો. તેણે પહેલા ત્રણ બોલ પર 10 રન આપ્યા હતા. ચોથા બોલ પર ઇશાન કિશને મેથ્યુ વેડની વિકેટો વેરવિખેર કરી અને સ્ટમ્પિંગ માટે અપીલ કરવાનું શરૂ કર્યું. જ્યારે ત્રીજા અમ્પાયરે રિપ્લેમાં જોયું તો સ્પષ્ટ દેખાતું હતું કે ઈશાને બોલને વિકેટની સામે કેચ કર્યો હતો અને અમ્પાયરે આ બોલને નો બોલ જાહેર કર્યો હતો. MCC ના નિયમ 27.3.1 અનુસાર, જો બોલ વિકેટની બહાર પકડાય છે, તો તેને નો બોલ જાહેર કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા મેચ જીત્યુંઃ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 103 રન બનાવ્યા હતા અને ટીમને જીત તરફ દોરી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી મેચ શુક્રવાર, 1 ડિસેમ્બરે રમાશે.