fbpx
Sunday, October 6, 2024

આ શુભ સમયે કરો ગણપતિ વિસર્જન.

અનંત ચતુર્દશીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે ભક્તો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશી વ્રત રાખવામાં આવે છે.

અનંત ચતુર્દશીને અનંત ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે કેલેન્ડર મુજબ, ચતુર્દશી તિથિ 28 સપ્ટેમ્બરે આવી રહી છે અને તે 28 સપ્ટેમ્બરે જ સાંજે 6.49 કલાકે સમાપ્ત થશે. અનંત ચતુર્દશીના દિવસે જ ગણપતિ વિસર્જન કરવામાં આવે છે.

અનંત ચતુર્દશીનો શુભ સમય :-
પંચાંગ અનુસાર, ચતુર્દશી તિથિ 27 સપ્ટેમ્બરે રાત્રે 10:18 વાગ્યે શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે સાંજે 6:49 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર અનંત ચતુર્દશીનો તહેવાર 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.
અનંત ચતુર્દશી પૂજા મુહૂર્ત: સવારે 6:12 થી સાંજે 6:49 સુધી

અનંત ચતુર્દશી 2023 ના રોજ ગણપતિ વિસર્જન માટેનો શુભ સમય:-
ગણપતિ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે જ કરવામાં આવે છે. પંચાંગ અનુસાર 28 સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન માટે ત્રણ શુભ મુહૂર્ત છે.
પ્રથમ મુહૂર્ત: સવારે 6:11 થી 7:40 સુધી
બીજો મુહૂર્ત: સવારે 10:42 થી બપોરે 3:10 સુધી
ત્રીજો મુહૂર્ત: સાંજે 4:41 થી 9:10 સુધી

અનંત ચતુર્દશી પૂજા પદ્ધતિ:
આ દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને સાફ કરી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. તેમને અક્ષત, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કર્યા પછી શ્રી હરિના મંત્રોનો યથાશક્તિ જાપ કરો. પૂજાના અંતે ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર અર્પણ કરો.

અનંત ચતુર્દશી મંત્ર:
અનંત સંસાર મહાસુમદ્રે મગ્રં સમભ્યધર વાસુદેવ । અનંતરૂપે વિનિયોજયસ્વ હ્રાણાન્તસૂત્રાય નમો નમસ્તે ।

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles