fbpx
Monday, October 7, 2024

હું મહિલા અનામત બિલને સમર્થન આપું છું પરંતુ…, બિલ પર લોકસભામાં રાહુલ ગાંધીનું નિવેદન

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) પર લોકસભા (Lok Sabha)માં કહ્યું કે મારા મત મુજબ આ બિલ અધૂરું છે કારણ કે તેમાં ઓબીસી અનામતની કોઈ વાત નથી… તેમાં બે બાબતો ખોટી છે પહેલી વાત તો તમારે આ બિલ માટે નવી વસ્તી ગણતરી અને નવું સીમાંકન કરવાનું રહે

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) પર લોકસભા (Lok Sabha)માં કહ્યું કે મારા મત મુજબ આ બિલ અધૂરું છે કારણ કે તેમાં ઓબીસી અનામતની કોઈ વાત નથી… તેમાં બે બાબતો ખોટી છે પહેલી વાત તો તમારે આ બિલ માટે નવી વસ્તી ગણતરી અને નવું સીમાંકન કરવાનું રહેશે. મારા મતે આ બિલને હવેથી લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33% અનામત આપીને લાગુ કરવું જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની મહિલાઓને સત્તા સ્થાનાંતરિત કરવાની દિશામાં સૌથી મોટું પગલું પંચાયતી રાજ હતું, જ્યાં તેમને અનામત આપવામાં આવી હતી અને મોટા પાયે રાજકીય વ્યવસ્થામાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવી હતી… દરેક જણ સમર્થન કરશે કે આ આપણા દેશની મહિલાઓ માટે એક મોટું પગલું છે. આઝાદીની ચળવળમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો.

બિલ તાત્કાલિક અમલમાં મૂકવું જોઈએ, સીમાંકન અને વસ્તી ગણતરીની જરૂર નથી.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું ઈચ્છું છું કે આ મહિલા અનામત બિલમાં OBC અનામતનો પણ સમાવેશ કરવામાં આવે. સીમાંકન અને વસ્તી ગણતરીની જરૂર નથી. આ આરક્ષણ બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે. રાહુલે કહ્યું કે મને એ કારણ સમજાતું નથી કે વિપક્ષ જ્ઞાતિની વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવતાની સાથે જ બીજેપી અચાનક અન્ય મુદ્દાઓ લાવી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે જેથી ઓબીસી સમુદાય અને ભારતના લોકો બીજી રીતે જોવા લાગે.

મહિલા અનામત બિલને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપવામાં આવ્યું

મહિલા આરક્ષણ બિલ જે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની બાંહેધરી આપે છે તે ખાસ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે તેને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપ્યું છે. આ બિલ હેઠળ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 15 વર્ષ સુધી અનામત રહેશે. એટલે કે 15 વર્ષ પછી મહિલાઓને અનામત આપવા માટે ફરીથી બિલ લાવવું પડશે. આ બિલને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે 128મા બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કર્યું હતું.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles