fbpx
Monday, October 7, 2024

IPL 2023: આ બોલરે એક ઓવરમાં આખી મેચ પલટી નાખી, મુંબઈ હારી ગયું મેચ

IPL 2023 સીઝનમાં મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં લખનૌની ટીમે મુંબઈને 5 રનથી હરાવ્યું હતું.

છેલ્લી ઓવરમાં મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં મુંબઈને લખનૌની ટીમે 5 રને પરાજય આપ્યો હતો.

IPL 2023 લખનૌની ટીમે પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા. જે બાદ 178 રનનો પીછો કરતા મુંબઈ બીજા દાવમાં ઉતર્યું અને 19મી ઓવર સુધી મેચમાં રહી. જે બાદ છેલ્લી ઓવરમાં મેચ પલટાઈ ગઈ અને લખનૌ 5 રનથી જીતી ગયું. આ મેચનો અસલી હીરો ફાસ્ટ બોલર મોહસિન ખાન હતો જેણે છેલ્લી ઓવરમાં મેચનો પલટો કર્યો હતો.

વાસ્તવમાં છેલ્લી ઓવરમાં મુંબઈની ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી. ત્યારબાદ લખનૌના કેપ્ટન કૃણાલ પંડ્યાએ બોલ મોહસીનને આપ્યો. જ્યારે કેમેરોન ગ્રીન સ્ટ્રાઈક પર અને ટિમ ડેવિડ નોન સ્ટ્રાઈક પર હતા. ત્યાં સુધીમાં ડેવિડે 17 બોલમાં 29 રન બનાવ્યા હતા. પરંતુ મોહસિને પોતાની રણનીતિ અને સ્ટાઈલ પ્રમાણે બોલિંગ કરી અને બંને બેટ્સમેનોને રોક્યા.

મુંબઈની ટીમ 5 વિકેટે 172 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ઈશાન કિશને મેચમાં 39 બોલમાં સૌથી વધુ 59 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 25 બોલમાં 37 રન બનાવ્યા હતા. અંતમાં ટિમ ડેવિડે ક્રિઝ પર રહીને 19 બોલમાં 32 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. લખનૌ તરફથી યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 જ્યારે મોહસીન ખાને 1 વિકેટ ઝડપી હતી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles