fbpx
Monday, July 8, 2024

વધારે પડતું ટાઈપીંગ કરવાથી આંગળીઓમાં થઈ શકે છે આ તકલીફ, જાણો તેનો ઉપાય

Tips to prevent from carpel tunnel syndrome: આજનો આ યુગ કોમ્પ્યુટરનો છે. આ યુગમાં આપણામાંથી મોટા ભાગના લોકો કોમ્પ્યુટર પર કામ કરે છે. દિવસભર કામ કરતા કરતા ક્યારે એવો અનુભવ થાય છે કે હાથની આંગળીઓ કામ કરવાનું બંધ કરી દે. હકીકતમાં જોઈએ તો, આ કાર્પેલ ટનેલ સિંડ્રોન છે, જે હાથની આંગળીઓ પર વધાર પ્રેશર આપવાથી થાય છે. જો કે, તેનું એક માત્ર કારણ એ જ નથી, પણ કેટલાય અન્ય કારણોથી પણ આંગળીઓ પર પ્રેશર પડી શકે છે અને તે પગની આંગળીઓ પણ થઈ શકે છે. કાર્પેલ ટનેલ સિંડ્રોનવાળા દર્દીના હાથની આંગળીઓ ખૂબ જ નબળી થઈ જાય છે અને સ્થિતી એવી ગંભીર થાય છે કે, દર્દીનો પ્રભાવિત હાથ કંઈ કરવાનો લાયક નથી રહેતો. તેનાથી હાથની આંગળીઓમાં ખૂબ દુખાવો થવા લાગે છે. ક્યારેક ક્યારેક હાથ ધ્રુજવા પણ લાગે છે.

કાર્પેલ ટનેલ સિડ્રોમ ત્યારે થાય છે, જ્યારે હથેળીની નસો પર વધારે પ્રેશર બને છે તે સંકુચિત થવા લાગે છે. કાર્પેલ ટનેલ સિંડ્રોનને અમુક એક્સરસાઈઝથી દૂર કરી શકાય છે.

શું હોય છે કાર્પેલ ટનેલ સિંડ્રોમ

માયો ક્લિનિકના જણાવ્યા અનુસાર, જ્યારે મીડિયન નર્વ પર વધારે પ્રેશર પડે છે, ત્યારે કાર્પેલ ટનેલ સિંડ્રોન થાય છે. મીડિયન નર્વ ખભ્ભાના નીચલા ભાગના કાંડા સુધી છવાયેલી હોય છે. આ નર્વના કારણે અંગૂઠા અને આંગળીઓમાં સેંસેશન થાય છે. જો દિમાગથી સિગ્નલ લાવે છે અને મસલ્સને કામ કરવા માટે પ્રેરણા આપે છે. જ્યારે મીડિયન નર્વમાં ખેંચાણ થાય છે, તો કાર્પેલ ટનેલ સિંડ્રોન થાય છે. તેની સાથે જ થાયરોયડ, મોટાપા, અર્થરાઈટિસ અને ડાયબિટીઝની સ્થિતીમાં પણ કાર્પેલ ટનેલ સિંડ્રોમ થાય છે. પ્રેગ્નેન્સી દરમ્યાન પણ આ દુખાવો થાય છે.

કાર્પેલ ટનેલ સિંડ્રોમના લક્ષણ

કાર્પેલ ટનેલ સિંડ્રોમ થવા પર આંગળીઓ અથવા હાથમાં કંપારી થવા લાગે છે. ક્યારેક ક્યારેક આંગળી ખોટી પડવા લાગે છે. ક્યારેક ક્યારેક હાથમાં ઝણઝણાટી થવા લાગે છે. આ ગાડી ચલાવવા દરમ્યાન સ્ટીયરીંગ પકડા, ફોન અથવા અખબાર વાંચતા પણ થઈ શકે છે. આ સિંડ્રોમથી આંગળીઓમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે. ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ આપ હાથમાં પકડો છો અને તે અચાનક પડી જાય છે. ક્યારે વસ્તુઓ પકડી પણ શકતા નથી.

કાર્પેલ ટનેલ સિંડ્રોમની સારવાર

કાર્પેલ ટનેલ સિંડ્રોમ થવા પર લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તેને એક્સરસાઈઝ અથવા સ્ટ્રેચિંગના માધ્યમથી તેને ઠીક કરી શકાય છે. તેના માટે હાથથી જો કોઈ કામ સતત કરી રહ્યા છો, તો થોડા દિવસ તેમાંથી આરામ લઈ લો. બંને હાથે મસાજ અને થોડા દિવસ સુધી ગરમ પાણીથી સેક કરવાથી ફાયદો મળે છે. ડોક્ટર્સ પાસે જવા પર ડોક્ટર હાથની મૂવમેન્ટને સીમિત કરવા માટે એક સ્પ્લિંટ લગાવી દેશે. જેનાથી થોડા અઠવાડીયા બાદ બધું ઠીક થવા લાગશે. કાર્પેલ ટનેલ સિંડ્રોમમાં એન્ટી ઈંફ્લામેંટરી દવા આપીને પણ તેને ઠીક કરી શકાય છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles