fbpx
Sunday, October 6, 2024

KKR vs GT Playing XI IPL 2023: હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, ઉમેશ યાદવ બહાર, જુઓ પ્લેઈંગ 11

IPL 2023 માં આજે ડબલ હેડર દિવસ છે, જેની પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે ટક્કર થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ છે. ગુજરાતે પોતાની ટીમમાં કોઈ પરિવર્તન કર્યુ નથી. જ્યારે હેમસ્ટ્રીંગને લઈ ઉમેશ યાદવ બહાર રહેતા કોલકાતાએ એક ફેરફાર કર્યો છે.

કોલકાતા અને ગુજરાત વચ્ચે બીજી વાર આજે ટક્કર થઈ રહી છે. અગાઉ અમદાવાદમાં સળંગ પાંચ છગ્ગા લગાવીને રિંકૂ સિંહે મેચ ગુજરાતના હાથમાંથી છીનવીને કોલકાતાને વિજય અપાવ્યો હતો. આ વખતે કોલકાતા પ્રથમ બેટિંગ ટોસ હારીને કરી રહ્યુ છે, આમ મોટો સ્કોર ખડકવાની યોજના નિતીશ રાણાની ટીમ રાખશે.

ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ની પ્લેઈંગ 11

ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ

ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : શુભમન ગિલ, શ્રીકર ભરત, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, શિવમ માવી, જયંત યાદવ

કોલકાતા નાઈટ રાઈડર્સ: એન જગદીસન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : સુયશ શર્મા, મનદીપ સિંહ, અનુકુલ રોય, ટિમ સાઉથી, કુલવંત ખેજરોલિયા

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles