fbpx
Monday, October 7, 2024

અર્જુનના IPL ડેબ્યુ પર સચિન તેંડુલકરની ભાવુક કરનારી પોસ્ટ વાયરલ

  • સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પ્રથમ વખત રમતા જોવા મળ્યા હતા
  • સચિને પોતે અર્જુનના ડેબ્યૂ પર હૃદય સ્પર્શી નોટસ લખી હતી
  • સચિન તેંડલુકરે અર્જુન સાથેની બે તસવીરો પોસ્ટ કરી નોટસ લખી

IPL 2023ની 22મી મેચમાં 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વિકેટથી હરાવ્યું હતું.

આ મેચમાં દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પ્રથમ વખત રમતા જોવા મળ્યા હતા. અર્જુને આ મેચની પ્રથમ ઓવર પણ ફેંકી હતી. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ અર્જુનને તેના IPL ડેબ્યૂ પર શુભેચ્છા પાઠવી હતી. જ્યારે સચિને પોતે અર્જુનના ડેબ્યૂ પર હૃદય સ્પર્શી નોટસ લખી હતી.


સચિને અર્જુન માટે એક ચિઠ્ઠી લખી હતી

અર્જુન IPL ફ્રેન્ચાઇઝી માટે રમનાર પ્રથમ પુત્ર બન્યો જેનું તેના પિતા સચિન તેંડુલકરે ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું. બોલિંગની શરૂઆત કરતા ડાબા હાથના પેસરે તેની પ્રથમ ઓવરમાં પાંચ રન આપ્યા હતા. તેણે જગદીશન સામે LBW માટે જોરદાર અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે તેને ઠુકરાવી દીધી હતી. અર્જુને આ મેચમાં કોઈ વિકેટ લીધા વિના 2 ઓવરમાં 17 રન આપ્યા હતા.


સોશિયલ મીડિયા પર અર્જુન સાથેની બે તસવીરો પોસ્ટ કરતી વખતે સચિન તેંડુલકરે લખ્યું કે અર્જુન, આજે તેમે એક ક્રિકેટર તરીકેની તમારી સફરમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તમારા પિતા તરીકે જે તમને પ્રેમ કરે છે અને રમતગમત પ્રત્યે જુસ્સાદાર છે, હું જાણું છું કે તમે રમતગમતને જે આદર આપવાનું ચાલુ રાખશો.


તેમણે વધુમાં કહ્યું કે તમે અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે અને મને ખાતરી છે કે તમે આમ કરતા જ રહેશો. આ એક સુંદર પ્રવાસની શરૂઆત છે. શુભકામનાઓ


ઘણા વર્ષો પછી ડેબ્યુ કરવાનો મોકો મળ્યો

23 વર્ષીય અર્જુન છેલ્લા કેટલાક સમયથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. 2021ની હરાજીમાં તેની પસંદગી કરવામાં આવી હતી પરંતુ ઈજાના કારણે તેને હટાવવો પડ્યો હતો. 2022ની હરાજીમાં પણ તેની પસંદગી થઈ હતી પરંતુ ગયા વર્ષે તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. પરંતુ રવિવારે તેમની લાંબી રાહનો અંત આવ્યો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles