fbpx
Tuesday, October 8, 2024

બાબર આઝમે MS ધોનીની બરાબરી કરી, આ વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે

બાબર આઝમની આગેવાની હેઠળ શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાને 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાનના કેપ્ટને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

સુકાની તરીકે બાબર આઝમની ટી20 ક્રિકેટમાં આ 41મી જીત હતી. આ સાથે તેણે ટી20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીઓની યાદીમાં એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે. બંને કેપ્ટન પોતાના કાર્યકાળ દરમિયાન 41-41 મેચ જીત્યા છે. સુકાની તરીકે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન અને અસગર અફઘાનના નામે છે.

ઈયોન મોર્ગન અને અસગર અફઘાને પોતાના કાર્યકાળ દરમિયાન ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન ટીમ માટે રેકોર્ડ 42-42 મેચ જીતી છે. બાબર આઝમ હવે આ બે દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરવાથી માત્ર એક જીત દૂર છે. બીજી તરફ જો તે ન્યુઝીલેન્ડ સામેની આગામી બે મેચ જીતવામાં સફળ રહેશે તો તે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

સુકાની તરીકે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન

ઇયોન મોર્ગન – 42
અસગર અફઘાન – 42
એમએસ ધોની – 41
બાબર આઝમ – 41*
એરોન ફિન્ચ – 50

પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ પ્રથમ T20I વિશે વાત કરીએ તો, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 182 રન બનાવ્યા, જે દરમિયાન ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ પણ હેટ્રિક લીધી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ માત્ર 15.3 ઓવરમાં 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની જીતનો હીરો ફાસ્ટ બોલર હરિસ રઉફ રહ્યો, જેણે 3.3 ઓવરમાં 17 રન આપીને 4 મોટી વિકેટ ઝડપી હતી. આ શાનદાર બોલિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સીરીઝની બીજી મેચ આજ ગ્રાઉન્ડ પર એટલે કે 15મી એપ્રિલે રમાવાની છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles