fbpx
Monday, October 7, 2024

‘ઓળખવામાં બે મિનિટ લાગી’, વિરાટ કોહલીની હેપ્પી હોળી પોસ્ટ જોઈને ચાહકો મૂંઝવણમાં મૂકાયા, પૂછ્યું- કોણ છે તમારી સાથે?

ટીમ ઈન્ડિયા ગુરુવારથી ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ જોરશોરથી હોળીની ઉજવણી કરી હતી. ખેલાડીઓએ માત્ર ટીમ બસમાં જ નહીં પરંતુ હોટલમાં પણ એકબીજા પર ખૂબ ગુલાલ ઉડાડ્યા હતા.

અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ‘રંગ બરસે’ ગીત પર ડાન્સ કર્યો હતો જ્યારે કેપ્ટન રોહિત શર્માએ સાથી ખેલાડીઓ સાથે ખૂબ મસ્તી કરી હતી. ભારતીય ટીમ સાથે રંગોનો આનંદ માણ્યા પછી, કોહલીએ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી પરંતુ કેટલાક લોકો તેની સાથે અન્ય ખેલાડીને જોઈને થોડી મૂંઝવણમાં પડી ગયા હતા.

‘જદ્દુને ઓળખવામાં બે મિનિટ લાગી’

જણાવી દઈએ કે કોહલીએ ટ્વીટર પર સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘તમામને હોળીની શુભકામના.’ તસવીરમાં જડ્ડુ રંગોમાં તરબોળ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણા લોકો ઓલરાઉન્ડરને પહેલી નજરે ઓળખી શક્યા નથી. કોહલીની હેપ્પી હોળી પોસ્ટને ચાહકો તરફથી પ્રતિક્રિયા મળી રહી છે, જેમાં કેટલાક પૂછે છે કે કોણ સાથે છે? એક ચાહકે ટિપ્પણી કરી, “જદ્દુને ઓળખવામાં બે મિનિટ લાગી. એક ફ્રેમમાં શ્રેષ્ઠ બેટ્સમેન અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર.” કોહલીની ટ્વીટને કલાકોમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી છે.

કોહલીની ટેસ્ટ સદીની રાહ જોઈ રહેલા ચાહકો

કોહલીએ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે પરંતુ લાંબા સમયથી તેના બેટે ટેસ્ટમાં સદી ફટકારી નથી. કોહલીએ તેની છેલ્લી ટેસ્ટ સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ફટકારી હતી. ચાહકોને આશા હતી કે કોહલી ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં આ દુષ્કાળને ખતમ કરી શકશે પરંતુ છેલ્લી ત્રણ ટેસ્ટમાં તે ફિફ્ટી પણ ફટકારી શક્યો નથી. કોહલી અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે ત્યારે ચાહકો તેની સદીની રાહ જોતા હશે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles