fbpx
Monday, October 7, 2024

માત્ર ઉમરાન મલિક જ નહીં, આ છે ભારતના 5 ફાસ્ટ બોલર, બીજું નામ ખૂબ જ ચોંકાવનારું છે

22 વર્ષીય ફાસ્ટ બોલર ઉમરાન મલિકે વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો.

ઉમરાન તેની શરૂઆતથી જ તેની સ્પીડને લઈને સતત ચર્ચામાં છે. ઉમરાને આ વર્ષે ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકાની ટીમ સામેની શ્રેણીની પ્રથમ વનડેમાં 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ઉમરાન ભારતનો સૌથી ઝડપી બોલર બની ગયો છે.

ઉમરાન મલિકે આ દરમિયાન અનુભવી ઝડપી બોલર જવાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો હતો. શ્રીનાથે 1999 ODI વર્લ્ડ કપમાં 154.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ત્યારબાદ તે વર્લ્ડ કપનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો હતો. ઉમરાન આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણના નામે 153.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાનો રેકોર્ડ છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઈરફાન પોતાની ધારદાર બોલિંગથી ટીમને ઘણી વખત જીત અપાવવામાં સફળ રહ્યો હતો. ટેસ્ટ મેચમાં હેટ્રિક લેવાનો રેકોર્ડ ઈરફાન પઠાણના નામે છે.

ટીમ ઈન્ડિયાનો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી પણ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી ચૂક્યો છે. શમીએ 153.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે. શમી હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી સ્થાનિક ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે.

ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા જસપ્રિત બુમરાહે 152.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર છે.

100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂકેલા અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્માએ 152.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે. વરુણ એરોનનું નામ 152.5 જ્યારે ઉમેશ યાદવનું નામ 152.2 કિલોમીટર પ્રતિ કલાક છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles