fbpx
Thursday, November 21, 2024

રેસીપીઃ હોળી પર ઘરે આવેલા મહેમાનો માટે બનાવો કાશ્મીરી હલવો, માત્ર 30 મિનિટમાં થઈ જશે તૈયાર

મીઠાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટી ઉંમરના લોકોને પણ પસંદ હોય છે. એમાંય હલવાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. નાનાથી લઈને મોટી ઉંમરના લોકોને પણ ગળ્યું ખાવું ગમતું હોય છે. ત્યારે આજે અમે તમારી માટે ટેસ્ટી કાશ્મીરી હલવો બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. જે બનાવીને તમે ઘરના તમામ લોકોને ખુશ કરી શકો છે. ચાલો જોઈએ કાશ્મીરી હલવો બનાવવાની રીત.

સમગ્રી

  • 1/2 કપ ખાંડ
  • 2 કપ દૂધ
  • 4 ટેબલ સ્પૂન ઘી
  • 1 કપ ઓટ્સ
  • 1/2 ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર
  • 8/10 કાજુ

બનાવવાની રીત

  • સૌથી પહેલા ધીમા તાપે ગેસ ઉપર ઓટ્સને સૂકા જ શેકી લો, ત્યારબાદ ઘી નાખીને કાજુને પણ શેકીને બાજુમાં મૂકી દો. ત્યારબાદ એક પેનની અંદર દૂધને ગરમ કરવા મૂકો.
  • દૂધમાં ઉભરો આવ્યા બાદ તેમાં ઓટ્સ નાખીને તેને હલાવતા રહો. દૂધ ઘાટ્ટુ થઈ જાય એટલે તેમાં ખાંડ, ઇલાયચી પાવડર ઉમેરી દો. ત્યારબાદ ઘી નાખીને હલવો જ્યાં સુધી ચિકાસ ન છોડે ત્યા સુધી તેને હલાવતા રહો.
  • જ્યારે હલવો પેનમાં ચિપકવાનું બંધ કરી દે ત્યારે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ કાજુથી તેનો શણગાર કરો. તો તૈયાર છે કાશ્મીરી હલવો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles